Junagadh News/ જુનાગઢમાં 9 સ્પા સંચાલકો સામે જાહેરનામાના ભંગ બદલ પોલીસ કાર્યવાહી

જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા 9 સ્પા સેન્ટરોના સંચાલકો સામે પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા જાહેરનામાના ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

Top Stories Gujarat Breaking News
સ્પા

Junagadh News:જુનાગઢ શહેરમાં સ્પા અને મસાજ સેન્ટરોના સંચાલનમાં અનિયમિતતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા માટે પોલીસ તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા 9 સ્પા સેન્ટરોના સંચાલકો સામે પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા જાહેરનામાના ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.

સ્પા ધારકો સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી

માહિતી અનુસાર,આ સ્પા સેન્ટરોમાં દૈનિક રજિસ્ટર જાળવવું, CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવા તેમજ કર્મચારીઓની વિગતો પોલીસ સ્ટેશને જાણ કરવી જેવા નિયમોનું પાલન થતું ન હતું. ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી આવતા કર્મચારીઓની નોંધણી અને તેમની પાસે યોગ્ય દસ્તાવેજો હોવા અંગેની તપાસ કરવામાં આવી હતી. આ તમામ બાબતોમાં અનિયમિતતા મળી આવતાં સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

દૈનિક રજિસ્ટર, CCTV સહિત તપાસ કરી

જાણકારી અનુસાર શહેરમાં સ્પા સેન્ટરોના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમીઓને ધ્યાને લઈને આ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. અલગ-અલગ ટીમો દ્વારા સ્પા સેન્ટરો પર દરોડા પાડીને રજિસ્ટર, CCTV ફૂટેજ અને કર્મચારીઓની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પા અને મસાજ પાર્લરના નામે અનૈતિક પ્રવૃત્તિઓ અને માનવ તસ્કરીના કેસો વધી રહ્યા હોવાથી પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. અગાઉ અમદાવાદ, સુરત અને અન્ય શહેરોમાં પણ આવી કાર્યવાહીઓ થઈ છે, જેમાં અનેક સ્પા સેન્ટરો સીલ કરવામાં આવ્યા હતા અને સંચાલકો સામે ગુના નોંધાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં સ્પા વર્કર યુવતીનું અપહરણ : ગરમ ચપ્પુથી યુવતીને ડામ આપ્યા