US News:ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યા બાદ ટ્રમ્પ પોતાના જ દેશમાં ટીકાનો સામનો કરી રહ્યો છે. ટ્રમ્પના નિર્ણય સામે યુએસ કોંગ્રેસમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ભારત પર 50 ટકા ટેરિફ હટાવવાનું કહેવામાં આવ્યું છે.
ભારતીય-અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ, મહિલા સાંસદ ડેબોરા રોસ અને સાંસદ માર્ક વેસીએ પ્રતિનિધિ સભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ ઠરાવમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલી રાષ્ટ્રીય કટોકટીનો અંત લાવવાની માંગ કરવામાં આવી છે, જેણે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. અમેરિકી સાંસદોએ તેને ગેરકાયદેસર અને અમેરિકી અર્થવ્યવસ્થા માટે ખતરનાક ગણાવ્યું છે.

શું કહ્યું U.S. ના સાંસદોએ વિરોધ પ્રકટ કર્યો ?
અગાઉ, બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યા પછી પણ યુએસ કોંગ્રેસમાં આવો જ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ ભારત પર લાદવામાં આવેલી 25 ટકા ટેરિફ વધારીને 50 ટકા કરી હતી. ટ્રમ્પનો આ નિર્ણય 27 ઓગસ્ટે અમલમાં આવ્યો હતો.
રાજા કૃષ્ણમૂર્તિના જણાવ્યા અનુસાર,
રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત પ્રત્યેની બેજવાબદાર ટેરિફ વ્યૂહરચના યોગ્ય નથી, તેનાથી બંને દેશો વચ્ચેની મહત્વપૂર્ણ ભાગીદારીને નુકસાન થાય છે.
અમેરિકન હિતોને પ્રોત્સાહન આપવા માટે આ માંગ ઉઠી
રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું, “અમેરિકન હિતોને પ્રોત્સાહન આપવાને બદલે ટ્રમ્પનો નિર્ણય સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરી રહ્યો છે. આનાથી અમેરિકન કામદારોને નુકસાન થઈ રહ્યું છે અને ગ્રાહકોને મોંઘી કિંમતે વસ્તુઓ ખરીદવાની ફરજ પડી રહી છે. જો આ ટેરિફ નાબૂદ કરવામાં આવે તો અમેરિકા ભારત સાથે આર્થિક અને સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર વાટાઘાટો કરીને આગળ વધી શકે છે. “
