Murder/ ભાવનગરમાં એરપોર્ટ રોડ પર યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા

ભાવનગર શહેરના સુભાષનગર એરપોર્ટ રોડ પર બાલા હનુમાનજી મંદિર નજીક બપોરના સુમારે બાઈક લઇને જઈ રહેલા યુવાન ઉપર બે અજણ્યા બાઈક ચાલકોએ છરી જેવા તિક્ષણ હાથિયારના ઘા મારી નાસી છૂટ્યા હતા.

Gujarat Others

@અલ્પેશભાઈ ડાબી, મંતવ્ય ન્યૂઝ – ભાવનગર 

ભાવનગર રૂવા ગામે યુવાનની હત્યા
તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
જૂની અદાવતના કારણે હત્યા
પોલીસે વધુ તપાસ હાથ ધરી

ભાવનગર શહેરના સુભાષનગર એરપોર્ટ રોડ પર બાલા હનુમાનજી મંદિર નજીક બપોરના સુમારે બાઈક લઇને જઈ રહેલા યુવાન ઉપર બે અજણ્યા બાઈક ચાલકોએ છરી જેવા તિક્ષણ હાથિયારના ઘા મારી નાસી છૂટ્યા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યાં કરનારને શોધવા તરફ તપાસ હાથ ધરી હતી. શહેરના એરપોર્ટ રોડ પર હુવા કામે રહેતા અને કડીયાકામની છૂટક મજૂરી કરતા જીગ્નેશ ભાઈ બીજલભાઈ ડાભી નામના યુવાનને બપોરના સમયે પોતાની બાઇક પર જઇ રહ્યા હતા.

વઢવાણ તાલુકામાં લગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમે છોકરીના અટકાવ્યા લગ્ન, આ છે મુખ્ય કારણ

તે દરમિયાન એરપોર્ટ રોડ પર આવેલ બાલા હનુમાનજી મંદિર પાસે કોઈ અજાણ્યા બાઇક ચાલકોએ જીગ્નેશ ભાઈ ને છરી જેવા તીક્ષણના હથિયારના ઘા મારી નાસી છૂટયા હતા ઇજાગ્રસ્ત જીગ્નેશભાઈ બાઇક પરથી નીચે પટકાયા હતા અને બનાવને લઇને સ્થાનિક લોકો એ ટોળા એકઠા થયા હતા જે બનાવની જાણ થતા પોલીસ કાફલો અને 108 તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્ત જીગ્નેશ ને 108 મારફત હોસ્પિટલ ખસેડાયો હતો.

ટંકારમાં મોડી રાત્રે થઈ ચોરી, પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે ઊભા થયા સવાલ

જ્યાં હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે ઇજાગ્રસ્ત યુવાનને મૃત જાહેર કર્યો હતો. જે બનાવને લઇને યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાઓને શોધવા તરફ તપાસ હાથ ધરી હતી.

મોરબીના ઘૂટુ રોડ પર યુવાનનું અગમ્ય કારણોસર દાઝી જતા થયું મોત

રાજ્યના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો, ધરતીપુત્રોની વધી ચિંતા, જાણો ક્યાં પડ્યો વરસાદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…