- ચાર શહેરોમાં કર્ફયૂ અંગે સૌથી મોટા સમાચાર
- કર્ફયૂનાં સમયમાં વધારો કરવા અંગે ચાલી રહી છે વિચારણા
- ચાર મહાનગરોમાં રાત્રિનાં 10થી અમલમાં આવી શકે કર્ફયૂ
- જો કે સત્તાવાર નિર્ણયની જોવાઇ રહી છે રાહ
- વધુ 15 દિવસ માટે કર્ફયૂની મુદત લંબાવવાનું નક્કી
- ગઇકાલ સુધી રાત્રે 12થી સવારે 6 સુધી હતો કર્ફયૂ
- કોરોના કેસમાં વધારો થતાં કર્ફયૂનાં સમયમાં થઇ શકે છે વધારો
- રાત્રિનાં 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફયૂ રાખવા વિચારણા
- અમદાવાદની મેચોમાં પણ દર્શકો વગર રમાશે મેચ
- મેચનાં નિર્ણય બાદ કર્ફયૂને કડક કરવા વિચારણા
- જો કે અંતિમ નિર્ણય બપોરે સરકાર લેશે
- આજે બપોરે મળશે કોર કમિટીની બેઠક
- બેઠક બાદ રાત્રિ કર્ફયૂ અંગે થઇ શકે છે જાહેરાત
રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા બાદથી કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યનાં 4 મહાનગરોમાં કર્ફ્યુ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ચાર શહેરોમાં કર્ફ્યુનાં સમયમાં વધારો કરવા અંગે વિચારણા ચાલી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, આ ચાર મહાનગરોમાં રાત્રિનાં 10 વાગ્યાથી કર્ફ્યુ અમલમાં આવી શકે તેમ છે.
વેક્સિનેશન / એસ્ટ્રાઝેનેકાની વેક્સિન સવાલોનાં ઘેરામાં, 18 દેશોએ અટકાવ્યું વેક્સિનેશન
આપને જણાવી દઇએ કે, કોરોનાનાં કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જે કોરોનાને લઇને કહેવાતુ હતુ કે તેના કેસ ઓછા થઇ જશે તેનાં આંકડા આજે વધુ ડરાવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતા સરકાર રાજ્યનાં 4 મહાનગરોમાં રત્રિ કર્ફ્યુનાં સમયમાં વધારો કરે તેવી સંભાવનાઓ છે. જો કે સત્તાવાર નિર્ણયની રાહ હજુ જોવાઇ રહી છે. સુત્રોનું માનીએ તો, હજુ વધુ 15 દિવસ માટે કર્ફ્યુની મુદ્દત લંબાવવાનું નક્કી છે.
Covid-19 / કોરોનાનો બ્લાસ્ટ, દેશમાં છેલ્લા 24 કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ
આપને જણાવી દઇએ કે, કોરોનાનાં વધતા કેસનાં કારણે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હવે મેચ દર્શકો વિના જ રમાશે. આ મેચનાં નિર્ણય બાદ કર્ફ્યુને કડક કરવા વિચારણ થઇ શકે છે. જો કે અંતિમ નિર્ણય બપોરે સરકારર દ્વારા લેવામાં આવશે. આપને જણાવી દઇએ કે, આજે બપોરે કોર કમિટીની બેઠક યોજાવાની છે. આ બેઠક બાદ રાત્રિ કર્ફ્યુ અંગે જાહેરાત થઇ શકે છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
