New Delhi News/ ‘અર્બન નક્સલ’ ટિપ્પણીને લઈને કોંગ્રેસનો પીએમ મોદી પર પ્રહાર

કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય Urban Naxal શબ્દાવલીનો ઉપયોગ કરતું નથી

India
Urban Naxal

New Delhi News : કોંગ્રેસે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ટિપ્પણીને લઈને કડક ટીકા કરી છે. કોંગ્રેસે કહ્યું છે કે શું પ્રધાનમંત્રી એવું માને છે કે તેમની સાથે અસહમત રહેનારો દરેક વ્યક્તિ ‘અર્બન નક્સલ’ છે?

કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે રાજ્યસભામાં 11 માર્ચ, 2020ના રોજ સરકાર તરફથી પૂછાયેલા એક પ્રશ્ન અને તેના જવાબની નકલ શેર કરી છે. આ જવાબમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય ‘અર્બન નક્સલ’ (Urban Naxal) શબ્દાવલીનો ઉપયોગ કરતું નથી.

જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “પ્રધાનમંત્રીએ આજે ‘અર્બન નક્સલ’ (Urban Naxal) ના ખતરની વાત કરી. જ્યારે 11 માર્ચ, 2020ના રોજ રાજ્યસભામાં ગૃહ રાજ્ય મંત્રીએ આપેલા જવાબમાં સ્પષ્ટ કહ્યું હતું કે ગૃહ મંત્રાલય આ શબ્દનો ઉપયોગ કરતું નથી.”

તેમણે વધુમાં કહ્યું કે, “29 એપ્રિલ, 2024ના રોજ તમે જાતે જ જનગણના કરાવવાની માંગ કરો છો અને આર્થિક અસમાનતાઓ અંગે ચિંતા વ્યક્ત કરો છો, તો પછી ‘અર્બન નક્સલ (Urban Naxal) માનસિકતા’થી ત્રસ્ત હોવાનું કારણ શું છે?”

જયરામ રમેશે પ્રશ્ન ઉઠાવ્યો કે શું પ્રધાનમંત્રી સ્પષ્ટ કરશે કે શું તેમની સાથે અસહમત રહેનાર દરેક વ્યક્તિને ‘અર્બન નક્સલ’ (Urban Naxal) ગણવામાં આવે છે?

આ તરફ, ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નિતિન નવીને કહ્યું કે, “અમે અમારી સંસ્થા અને વિચારધારાની તાકાતના આધાર પર આ ગઠબંધનને હરાવીશું.


આ પણ વાંચો: લેખક ગીરીશ કર્નાડેએ ગળામાં લટકાવ્યું ‘મી ટુ અર્બન નક્સલ’ નું પાટિયું, તો એમની વિરુદ્ધ થઇ ફરિયાદ

આ પણ વાંચો: કચ્છ જિલ્લાને નર્મદાના પાણીથી વંચિત રાખવા માટે અર્બન નકસલીઓ ઘણા પ્રયાસ કર્યા હતા: CM ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: નક્સલીઓના ગઢમાં ગરજ્યા PM મોદી, કહ્યું, જેઓએ પત્રકારને માર્યા તેમને ક્રાંતિકારી ગણાવે છે કોંગ્રેસ