Not Set/ ઝારખંડમાં કડક બંદોબસ્ત વચ્ચે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ, 17 બેઠકો પર વોટિંગ

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનાં ત્રીજા તબક્કામાં આજે 17 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચે આ બેઠકો પર શાંતિપૂર્ણ, ન્યાયી અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લગભગ ચાલીસ હજાર જેટલા ચૂંટણી કર્મચારીઓ તૈનાત કરાયા છે. Voting for the third phase of the Jharkhand Assembly Elections to be held […]

Top Stories India

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનાં ત્રીજા તબક્કામાં આજે 17 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચે આ બેઠકો પર શાંતિપૂર્ણ, ન્યાયી અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લગભગ ચાલીસ હજાર જેટલા ચૂંટણી કર્મચારીઓ તૈનાત કરાયા છે.

બરકટ્ઠા, રામગઢ, રાંચી, હટિયા અને કાંકે વિધાનસભા બેઠકો માટે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું. અહીં સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે. બાકીની 12 બેઠકો માટે બપોરે 3 વાગ્યા સુધીમાં મતદાન કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં 56,18,267 મતદારોમાં 32 મહિલાઓ સહિત કુલ 309 ઉમેદવારોનાં ભાવિનો નિર્ણય લેવામા આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર, એનઆરસી અને રામ મંદિર જેવા રાષ્ટ્રીય મુદ્દાઓને બદલે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં રસ્તા, વીજળી, રોજગાર જેવા સ્થાનિક મુદ્દાઓ પર પ્રભુત્વ છે.

મુખ્ય ચૂંટણી અધિકારી વિનયકુમાર ચૌબેએ રાંચીમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ 17 બેઠકો માટે કુલ 7016 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાં કુલ 56,18,267 મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ મતદારોમાં 29,37,976 પુરુષો અને 26,80,205 મહિલાઓનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.