Gandhinagar News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ફરિયાદોના નિવારણનો ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમ 25 મી સપ્ટેમ્બરે યોજાશે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003 થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ ‘રાજ્ય સ્વાગત’ યોજવામાં…

Gujarat Gandhinagar

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત 25 મી સપ્ટેમ્બર, ગુરૂવારે યોજાનાર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતો ‘રાજ્ય સ્વાગત’ (Rajya Swagat) ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. 25 મી સપ્ટેમ્બર, 2025 (25th September, 2025)ના રોજ યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની પ્રેરણાથી વર્ષ 2003 થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ ‘રાજ્ય સ્વાગત’ યોજવામાં આવે છે.

આ ઉપક્રમમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સપ્ટેમ્બર 2025નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 25 સપ્ટેમ્બરને ગુરૂવારે યોજાવાનો છે.

નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવારે, તા.25 સપ્ટેમ્બરના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર (Gandhinagar) ખાતે રૂબરૂ આવીને કરી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ ખાનગી હોસ્પિટલના મેડીકલ સ્ટોરમાંથી જ દવા લેવી ફરજીયાત નહિ

આ પણ વાંચો: રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત સરકારનો અગત્યનો નિર્ણય