Ahmedabad News : રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ પડશે, આજે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી છે.
તે સિવાય વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રિઝન, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે. તે સિવાય અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા રહેશે.
બીજીતરફ 27, 28 અને 29 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત દક્ષિણના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.
જેને લઈને 28 સપ્ટેમ્બરે માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાના આયોજકોએ લઘુમતીને પાસ આપતા થયો વિવાદ
આ પણ વાંચો:વડોદરામાં ફરી એકવાર શહેરની શાંતિ ડહોડવાનો પ્રયાસ, જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારાની ઘટના
આ પણ વાંચો:વડોદરાના પોશ કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી સોસાયટીમાં લૂંટારાઓ ઘૂસ્યા, ઘરઘાટીને ઇજા
