ક્રાઈમ/ સુરતમાં નજીવી બાબતમાં સગીરની ઘાતકી હત્યા

સુરતમાં મંડપ ડેકોરેશનમાં મદદરૂપ થતા માનિયા રજાઉ ઉસેન નામનો 17 વર્ષીય કિશોર સગરામપુરા મામીત્રો સાથે ગયો હતો.તે દરમ્યાન ચા મંગાવી અને તે લોકો ચા પિતા હતા  એટલામાં અમુક લોકો ચપ્પુ અને લાકડી સાથે ઘસી આવ્યા હતા.

Gujarat Surat

@દિવ્યેશ પરમાર 

સુરતના અઠવા વિસ્તારમાં આવેલ સગરામપુરા વિસ્તારમાં 17 વર્ષીય સગીરની હત્યા કરી નાખતા ચકચાર મચીજવા પામી હતી.કિશોર મિત્ર સાથે બહાર ગયો હતો.તે દરમ્યાન તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.ચપ્પુના ઘા વાગી જતા સગીરનું મોત થયું હતું.આ હત્યા પાછળનું કારણ રૂપિયાની લેતી દેતી હોવાનું પ્રાથમિક અનુમાન લાગવાઈ રહ્યું છે.

સુરતમાં મંડપ ડેકોરેશનમાં મદદરૂપ થતા માનિયા રજાઉ ઉસેન નામનો 17 વર્ષીય સગીર સગરામપુરા મામીત્રો સાથે ગયો હતો.તે દરમ્યાન ચા મંગાવી અને તે લોકો ચા પિતા હતા  એટલામાં અમુક લોકો ચપ્પુ અને લાકડી સાથે ઘસી આવ્યા હતા.અને ગાળો ભાંડવા માંડ્યા હતા.

એક ઈસમ રૂપિયા માંગતો હોવાથી તેમણે મારામારી કરવાની શરૂ કરી હતી.જેમાં માનિયા વચ્ચે પડ્યો હતો.તેમાં આ લોકો દ્વારા માનીયા પર ચપ્પુ હુલાવી દેતા ગંભીર ઇજા પહોંચી હતી.જ્યારે બબાલ ચાલતી હતી તે દરમ્યાન પોલીસની પીસીઆર વાન પોલીસ કર્મચારી સાથે પહોંચી જતા હુમલાખોર ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત માનિયાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન માનિયાનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઘટના બની ત્યારે પોલીસ આવી પહોંચતા હુમલાખોર ભાગી છૂટ્યા હતા જેથી પોલીસે તેમને પકડવા માટે તેમની પાછળ ટિમ મોકલી હતી.સમગ્ર ઘટના બની તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા.પોલીસે આ ઘટનામાં સીસીટીવીની મદદથી આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો:સુરતમાં બેફામ ચાલતી BRTS બસે યુવતીનો ભોગ લીધો

આ પણ વાંચો:સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી બિનવારસી બાયોડિઝલ ભરેલો ટેમ્પો ઝડપાયો

આ પણ વાંચો:માતા-પિતાને ચેતવા જેવો કિસ્સો, હળવદમાં ગરમ પાણીમાં પડી જતા બે વર્ષના બાળકનું મોત

આ પણ વાંચો:વડોદરામાં ઈદના જુલૂસ દરમિયાન DJ પર વગાડ્યું ‘સર તન સે જુદા’ સોંગ, ત્રણ લોકોની ધરપકડ