ગુજરાત : ઉનાળાની ગરમીમાં રાહત મેળવવા લોકોને વધુ પાણી પીવાની AMCએ સલાહ આપી છે. આને લઈને શહેરમાં જાહેરસ્થાનો પર લોકોને સલાહ આપતા પોસ્ટરો પણ ઠેર ઠેર મૂકયા છે. બીમારીનું મુખ્ય કારણ પાણી હોવાનું સામે આવ્યું છે. લોકોને સ્વચ્છ પાણી પીવાની સલાહ આપતી AMCના પાણીમાં જ બેક્ટેરિયા હોવાનું સામે આવ્યું છે. AMCના પાણીના સેમ્પલમાં બેક્ટેરિયાની હાજરી જોવા મળતા નગરપાલિકા પર સવાલ ઉઠ્યા છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં ગરમીના પ્રકોપ સામે લડવા વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરાઈ છે. આરોગ્ય તંત્ર દ્વારા દુકાનો અને લારીઓના ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત AMCના પણ સાબરમતી અને નવરંગપુરામાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. અલગ-અલગ સ્થળેથી 2956 સેમ્પલ લેવાયા હતા. 2956 સેમ્પલમાંથી 86 સેમ્પલમાં બેક્ટેરિયા મળ્યા. AMCના સેમ્પલમાંથી બેક્ટેરિયા નીકળતા અસરકારક કામગીરી હાથ ધરાશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું.
ઉનાળાની શરૂઆત સાથે તંત્ર દ્વારા હિટ એકશન પ્લાન જાહેર કરાય છે. જેમાં પાણીની વ્યવસ્થા સાથે બગીચાઓ અને જાહેર સ્થાનો પર મફત પાણી પૂરું પાડવા પરબ બાંધવામાં આવે છે. પરંતુ આ વર્ષે ચૂંટણીની અસર હોય કે પછી તંત્રની બેદરકારી હિટ એકશન પ્લાનમાં રેઢીયાર કામગીરી જોવા મળી. અને એએમસીના પાણીના જે સેમ્પલ લેવાયા તેમાં જ બેક્ટેરિયા નીકળતા લોકો વધુ ચિંતિત થયા છે.
આ પણ વાંચો: નડિયાદમાં મોબાઇલ જુગારધામનો પોલીસે કર્યો પર્દાફાશઃ 42 જુગારીઓની ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદ રિવરફ્રન્ટ પર બોટિંગ હજી બંધ, પોલીસની NOC આપવામાં ઢીલી કામગીરી
આ પણ વાંચો:અમદાવાદ-વડોદરામાં ઇન્કમટેક્સ રેડમાં 200 કરોડથી વધુ બેનામી વ્યવહારો મળ્યા
