અકસ્માત/ સુરતમાં બેફામ ચાલતી BRTS બસે યુવતીનો ભોગ લીધો

ગોડાદરા વિસ્તારમાં BRTS રસ્તો ક્રોસ કરતી હતી તે દરમિયાન પુરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસે પૂજાને અડફેટે લીધી હતી.

Gujarat Surat
BRTS

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં બેફામ ચાલતી બીઆરટીએસ બસે ફરીથી એક યુવતી નો ભોગ લીધો હતો.પૂજા યાદવ નામની યુવતી રસ્તો ક્રોસ કરતી હતી તે દરમિયાન કાળ બનીને આવેલી બીઆરટીએસએસ બસે અડફેટે લેતા ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.

સુરતના ગોડાદરા વિસ્તારમાં પૂજા યાદવ નામની યુવતી પોતાની નોકરી થી પરત પોતાના ઘરે જઈ રહી હતી તે દરમિયાન ગોડાદરા વિસ્તારમાં BRTS રસ્તો ક્રોસ કરતી હતી તે દરમિયાન પુરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસે પૂજાને અડફેટે લીધી હતી.  પૂજાને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાને પગલે તાત્કાલિક જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પૂજાને તાત્કાલિક જ ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પૂજાનું મોત થયું હતું.પૂજાની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.અકસ્માતની ઘટના બનતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા.

મહત્વનું છે કે આ સમગ્ર ઘટના માં સ્થાનિકો એ બીઆરટીએસ બસના ડ્રાઈવરને જવાબદાર ગણાવ્યો હતો.સ્થાનિકોએ જણાવ્યું હતું કે બીઆરટીએસ બસનો ડ્રાઇવર બેફામ રીતે બસ ચલાવતો હતો જેથી આ ઘટના બની છે. મહત્વનું છે કે સુરત શહેરમાં અવાર નવાર બીઆરટીએસ બસ ચાલકોની બેદરકારી ના કારણે અનેક અકસ્માતની ઘટના બને છે.જેમાંથી અનેક લોકોના જીવ પણ ગયા છે. આ ઘટના બનતા સ્થાનિકો એ રોષ સાથે ડ્રાયવર પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.ઘટના ને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર