દુર્ઘટના/ મોરબી દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટર ઓફિસમાં કરી સમીક્ષા બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી માં ઝૂલતો પુલ તૂટી જવાથી થયેલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની સારવાર,તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી બચાવ રાહત કામગીરીનું નિરીક્ષણ વગેરે માટે તાબડતોબ મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા

Top Stories Gujarat
14 8 મોરબી દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટર ઓફિસમાં કરી સમીક્ષા બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી માં ઝૂલતો પુલ તૂટી જવાથી થયેલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની સારવાર,તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી બચાવ રાહત કામગીરીનું નિરીક્ષણ વગેરે માટે તાબડતોબ મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા .મુખ્યમંત્રીશ્રીએ દુર્ઘટના સ્થળ,સીવીલ હોસ્પિટલની મુલાકાત પછી જિલ્લા કલેકેટર કચેરીમાં સમીક્ષા બેઠક યોજીને વધુ માર્ગદર્શન આપ્યું હતું.તેમણે આ વિપદાની વેળાએ આફતગ્રસ્ત લોકોને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગનીખાતરી આપી હતી .રાજ્યમંત્રી મંડળના રાજ્યમંત્રીઓ,સાંસદશ્રીઓ ધારાસભ્યો અને વહીવટી તંત્ર,પોલીસ તંત્ર,આરોગ્ય સેવા તંત્રના જિલ્લા અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવા વર્ષે જ સૌથી મોટી હોનારત મોરબીમાં બની છે. શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા.આ ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે .