Dismissal/ અહેમદ યુગનો અંત, કોરોનાનો કોંગ્રેસને કારમો ઝટકો, દિગ્ગજ નેતા અહેમદ પટેલનું અવસાન

કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ અને મજબુત નેતા અને રાજ્યસભામાં ગુજરાતનાં પ્રતિનીધી અહેમદ પટેલનું નિધન થયું છે. કોરોના પોઝિટિવ બન્યા બાદ લગભગ એક મહિના સુધી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.

Top Stories Gujarat India Trending
ahmed patel અહેમદ યુગનો અંત, કોરોનાનો કોંગ્રેસને કારમો ઝટકો, દિગ્ગજ નેતા અહેમદ પટેલનું અવસાન

કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ અને મજબુત નેતા અને રાજ્યસભામાં ગુજરાતનાં પ્રતિનીધી અહેમદ પટેલનું નિધન થયું છે. કોરોના પોઝિટિવ બન્યા બાદ લગભગ એક મહિના સુધી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. પટેલની દિલ્હીમાં ગુરુગ્રામની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બુધવારે સવારે લગભગ 3.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા તેના પિતાના મોતની પુષ્ટિ ટ્વીટ કરીને આપવામાં આવી હતી. અહેમદ પટેલ 71 વર્ષના હતા.

અહેમદ પટેલના પુત્ર ફૈઝલે પોતાનાં ટ્વિટમાં લખ્યું છે, “મારા પિતા અહેમદ પટેલના અકાળ અવસાનની ઘોષણા સાથે મને દુ:ખ છે. એક મહિના પહેલાં કોવિડ પોઝિટિવ હોવાનું માલુમ પડ્યા બાદ તેમની તબિયત લથડી હતી. ઘણા અવયવો બંઘ થઇ ગયા હતા. “હું મારા બધા શુભેચ્છકોને વિનંતી કરું છું કે, મોટા પાયે મેળાવળો કરવાનું ટાળજો અને COVID-19 ના નિયમોનું પાલન કરો.”

કોંગ્રેસમાં સોનિયા ગાંધીની ખુબ જ નિકતમ મનાતા અને કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર એવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોષાધ્યક્ષ રહી ચૂકેલા અહેમદ પટેલ 1 ઓક્ટોબરના રોજ કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. તેમને 15 નવેમ્બરના રોજ ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલના સઘન સંભાળ એકમમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…