Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર

આજે સાંજે પાંચ વાગે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં એલાનની સત્તાવાર જાહેરાત થઇ શકે છે.

Gujarat Others
Untitled 68 સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર
  • અંતે આજે સાંજે ચૂંટણીનું એલાન
  • સાંજે પાંચ વાગે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું થશે એલાન
  • ચૂંટણી કમિશ્નર સંજયપ્રસાદની પીસી
  • મનપા અને પંચાયતની ચૂંટણીનું થશે એલાન
  • 31 જિ.પં. અને 6 મનપાની ચૂંટણીનું એલાન થશે
  • 231 તા.પં અને 80 ન.પાની પણ જાહેરાત થશે
  • મંતવ્ય ન્યૂઝનો અહેવાલ વધુ એક વખત સાચો પડયો

આજે સાંજે પાંચ વાગે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં એલાનની સત્તાવાર જાહેરાત થઇ શકે છે. જણાવી દઇએ કે, મંતવ્ય ન્યૂઝનો અહેવાલ વધુ એક વખત સાચો પડ્યો છે. જણાવી દઇએ કે, ફેબ્રુઆરીનાં અંતિમ સપ્તાહમાં ચૂંટણીનો પ્રથમ તબક્કો યોજાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તો આજ સાંજથી ચૂંટણી આચારસંહિતા પણ લાગુ થઇ જશે. જેમાં રાજયની 6 કોર્પોરેશન અને 31 પંચાયતની ચૂંટણી યોજાનાર છે.

જણાવી દઇએ કે, 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણીની સંભાવનાઓ છે. પ્રથમ તબક્કામાં કોર્પોરેશન અને પાલિકાની ચૂંટણી યોજાઇ શકે છે. વળી 28 ફેબ્રુઆરીનાં રોજ બીજા તબક્કાની ચૂંટણીની શક્યતા છે. મંતવ્ય ન્યૂઝે દોઢ મહિના પહેલા આને લઇને સંકેત આપ્યો હતો. આવતી કાલે શનિવારનાં રોજ ચૂંટણી પંચ સત્તાવાર જાહેરાત કરી શકે છે. જો આ જાહેરાત થાય છે તો કાલથી રાજ્યમાં આચારસંહિતા લાગુ થઇ જશે. જણાવી દઇએ કે, રાજ્યનું ચૂંટણીપંચ, 6 કોર્પોરેશન, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 80 નગરપાલિકાની ચૂંટણીનું એલાન કરી શકે છે.

આપને જણવી દઇએ કે, આજથી દોઢ મહિના પહેલા મંતવ્ય ન્યૂઝેે એક એસેસમેન્ટનાં આધારે ચૂંટણી કઇ તારીખે યોજાઇ શકે છે તે જણાવ્યુ હતુ. આ એસેસમેન્ટ મુજબ 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીનાં રોજ યોજાઇ શકે છે. ત્યારે 21 ફેબ્રુઆરીનાં રોજ પ્રથમ તબક્કે કોર્પોરેશન અને નગરપાલિકાની તો 28 ફેબ્રુઆરીનાં રોજ જિલ્લાા પંચાયત અને તાલુકા પંચાયતની યોજાય તેવી શક્યતા છે. હવે આવતી કાલે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરે છે તો ત્યારે આ વિશે સંપૂર્ણ માહિતી બહાર આવી શકે છે. આ એક એસેસમેન્ટ છે, બાકી વધુ માહિતી આવતીકાલે જો ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ કરે ત્યારે સામે આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે CM રૂપાણીએ ગત મહિનાનાં અંતમાં નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ભાજપ ચૂંટણી માટે તૈયાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે મેટર કોર્ટ ચાલુ છે. ચૂંટણીપંચ નક્કી કરશે ક્યારે ચૂંટણી યોજાશે. કોરોનાકાળ વચ્ચે પંચાયતો-મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે.  વિધાનસભાની પેટાચૂંટણીઓ વખતે જે રીતે ચૂંટણીઓનું આયોજન કરાયુ હતું તે પ્રકારે પંચાયતો-મહાનગરપાલિકાની ચૂંટણીઓ વખતે આયોજન કરવામાં આવી રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો