Not Set/ સુરતના કિશોર બજીયાવાલાની ધરપકડ, ED અને IT કરશે રિમાન્ડની માંગ

સૂરતઃ ચા વેચનાર અને કરોડપતિ ફાયનાન્સર કિશોર ભજિયાવાલા એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ED એ ધરપકડ કરી લેવામાં આવી છે. ED એ કાળાનાંણા મામલે કિશોર ભાજીયાવાલાની ધરપકડ કરી છે. કિશોર ભજીયાવાલાને શુક્રવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે. જ્યાં  ED કિશોરના રિમાંડની માંગ કરશે. ઉલ્લેખનીય છે કે, ચા વેચનાર કરોડપતિ ફાયનાન્સર કિશોર ભજીયાવાળાનો ખજાનો જોઇને ઇન્કમટેક્ષ અને ED ના અધિકારીઓ […]

Gujarat
સુરતના કિશોર બજીયાવાલાની ધરપકડ, ED અને IT કરશે રિમાન્ડની માંગ

સૂરતઃ ચા વેચનાર અને કરોડપતિ ફાયનાન્સર કિશોર ભજિયાવાલા એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ED એ ધરપકડ કરી લેવામાં આવી છે. ED એ કાળાનાંણા મામલે કિશોર ભાજીયાવાલાની ધરપકડ કરી છે.

કિશોર ભજીયાવાલાને શુક્રવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે. જ્યાં  ED કિશોરના રિમાંડની માંગ કરશે. ઉલ્લેખનીય છે કે, ચા વેચનાર કરોડપતિ ફાયનાન્સર કિશોર ભજીયાવાળાનો ખજાનો જોઇને ઇન્કમટેક્ષ અને ED ના અધિકારીઓ આશ્ચર્યમાં મુકાય ગયા હતા. પાંચ એજેન્સીઓએ ભજીયાવલા વિરુદ્ધ ખજાના માટે ઘણા દિવસો સુધી કરવામાં આવેલી કાર્યવાહીમાં અરબો રૂપિયાનો ખુલાસો કર્યો હતો.

તપાસ કરતી ટીમને ભજીયાવાલાના ઘરે અને લોકર્સમાં એક કરોડ બે લાખ રૂપિયાની નવી નોટની કરેન્સી. સોના,ચાંદી અને હીરા જડિત જવેરાત સહિત કરોડો રૂપિયાની પ્રોપર્ટીના દસ્તાવેજો મેળી આવ્યા હતા. IT વિભાગને  ભજીયાવાલાને ત્યાંથી તપાસ દરમિયાન વ્યાજ પર રૂપિયા આપવા અને અન્ય વસૂલી સાથે જોડાયેલા દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.