Not Set/ રથયાત્રાની સુરક્ષાના નામે છીંડા, એક્સપાયરી ડેટવાળા ટીયરગેસના શેલ કેવી રીતે કંટ્રોલ કરી શકશે તોફાનીઓને

ઐતિહાસિક રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સુરક્ષાના દાવા કરી રહ્યું છે ત્યારે ૧૪૧મી રથયાત્રાના દરમ્યાન પોલીસતંત્રની સુરક્ષાના મુદ્દે ઘોર બેદરકારી સામે આવી છે.  સમગ્ર ભારત દેશમાથી રથયાત્રાને માણવા અને દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અમદાવાદની રથયાત્રામાં પોલીસ દ્વારા કોઈ ગુનાહિત કાર્ય કે કોઈ ઘટના ન બની જાય તે મુદ્દાને ધ્યાનમાં રાખીને ચાંપતો બંદોબસ્ત […]

Top Stories Ahmedabad Gujarat Trending
rain 1 રથયાત્રાની સુરક્ષાના નામે છીંડા, એક્સપાયરી ડેટવાળા ટીયરગેસના શેલ કેવી રીતે કંટ્રોલ કરી શકશે તોફાનીઓને

ઐતિહાસિક રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સુરક્ષાના દાવા કરી રહ્યું છે ત્યારે ૧૪૧મી રથયાત્રાના દરમ્યાન પોલીસતંત્રની સુરક્ષાના મુદ્દે ઘોર બેદરકારી સામે આવી છે.  સમગ્ર ભારત દેશમાથી રથયાત્રાને માણવા અને દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે.

અમદાવાદની રથયાત્રામાં પોલીસ દ્વારા કોઈ ગુનાહિત કાર્ય કે કોઈ ઘટના ન બની જાય તે મુદ્દાને ધ્યાનમાં રાખીને ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે પરંતુ આ વખતે પોલીસતંત્રનું સુરક્ષામાં છીંડું પડી ગયું હોય તેમ લાગી રહ્યું છે. લાખોની જનમેદનીને સુરક્ષા આપવાની વાત કરતી પોલીસ ની પોલ છતી થઈ ગઈ છે.

Digant Sompura 6 રથયાત્રાની સુરક્ષાના નામે છીંડા, એક્સપાયરી ડેટવાળા ટીયરગેસના શેલ કેવી રીતે કંટ્રોલ કરી શકશે તોફાનીઓને

મંતવ્ય ન્યૂઝની તપાસમાં બહાર આવ્યું છે કે પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલી સુરક્ષાની સાધનસામગ્રી એક્સપાયરી ડેટની છે જે સાબિત કરે છે કે લાખોની જનમેદની સુરક્ષા હેઠળ નહીં પરંતુ સંકટ હેઠળ છે. પોલીસ સુરક્ષા માટે આપવામાં આવેલા ટીયરગેસના સેલને તહેવારો અથવા તો ઉજવણી દરમ્યાન ફાટી નીકળેતા તોફાનોને કાબૂમાં કરવા માટે હોય છે.

Digant Sompura 7 રથયાત્રાની સુરક્ષાના નામે છીંડા, એક્સપાયરી ડેટવાળા ટીયરગેસના શેલ કેવી રીતે કંટ્રોલ કરી શકશે તોફાનીઓને

પરંતુ આ ગેસના સેલની તારીખ જાન્યુઆરી 2018 પૂર્ણ થઈ ચૂકી છે તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા જનતાના જાનમાલની ચિંતા કર્યા વગર એક્સપાયરી ડેટ વાળા ટિયરગેસના સેલ રથયાત્રાના બંદોબસ્તમાં આવેલી પોલીસને સુરક્ષા માટે આપવામાં આવ્યા છે.

rain 2 રથયાત્રાની સુરક્ષાના નામે છીંડા, એક્સપાયરી ડેટવાળા ટીયરગેસના શેલ કેવી રીતે કંટ્રોલ કરી શકશે તોફાનીઓને

જે સાબિત કરે છે કે પોલીસ અધિકારીઓ નિંદ્રાધીન છે અને પોલીસ તંત્રનો નીચેનો વર્ગ આંખો બંધ કરીને કાર્ય કરી રહ્યો છે. ચારે તરફ બાજ નજર રાખતી પોલીસના પોકળ દાવા ટીયરગેસના એક્સપાયરી ડેટ છતું કરી રહ્યું છે ત્યારે સવાલ એ છે કેશુ પોલીસ તંત્ર અને અધિકારીઓ આવી એક્સપાયરી ડેટની સામગ્રી સાથે જનતાની સંપૂર્ણ સુરક્ષા કરી શકશે ખરી અહીં વાત માત્ર તે જ નથી પરંતુ પોલીસને આપવામાં આવેલા સુરક્ષાના તમામ સાધનોની છે જેની સક્રિયતા પર આજે ટીયરગેસ સેલના એક્સપાયરી ડેટના લેબલે એક સવાલ ઉભો કર્યો છે..