Not Set/ આ ભારતીય યુવાને એવું તો શું કર્યું કે એક દિવસમાં કમાયા ૩૨૦ કરોડ રૂપિયા

નવી દિલ્હી, ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી દ્વારા થોડાક દિવસ અગાઉ હોંગકોંગના શેર બજારોમાં એન્ટ્રી કરી હતી. ૯ જુલાઈના રોજ કંપની દ્વારા લાવવામાં આવેલા IPOની શરૂઆત દુનિયામાં ચાલી રહેલા ટ્રેડવોરના કારણે આશંકા મુજબ રિઝલ્ટ સામે આવ્યા ન હતા, પરંતુ મનુ કુમાર જૈન નામના ભારતીય યુવાનની સંપત્તિમાં ૩૨૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. હકીકતમાં મનુ કુમાર […]

Trending Business
Manu Xiaomi આ ભારતીય યુવાને એવું તો શું કર્યું કે એક દિવસમાં કમાયા ૩૨૦ કરોડ રૂપિયા

નવી દિલ્હી,

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી દ્વારા થોડાક દિવસ અગાઉ હોંગકોંગના શેર બજારોમાં એન્ટ્રી કરી હતી. ૯ જુલાઈના રોજ કંપની દ્વારા લાવવામાં આવેલા IPOની શરૂઆત દુનિયામાં ચાલી રહેલા ટ્રેડવોરના કારણે આશંકા મુજબ રિઝલ્ટ સામે આવ્યા ન હતા, પરંતુ મનુ કુમાર જૈન નામના ભારતીય યુવાનની સંપત્તિમાં ૩૨૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

હકીકતમાં મનુ કુમાર જૈન શાઓમી ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને ગ્લોબલ પ્રેસિડેન્ટ છે. હોંગકોંગમાં જયારે શોઓમીના IPOની લિસ્ટિંગ થઈ આ સાથે જ મનુ જૈનની સંપત્તિમાં લગભગ ૩૨૦ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

xiaomi manu kumar jain આ ભારતીય યુવાને એવું તો શું કર્યું કે એક દિવસમાં કમાયા ૩૨૦ કરોડ રૂપિયા

મહત્વનું છે કે, ૩૭ વર્ષના મનુ કુમાર જૈન શાઓમીના બોર્ડ અને સીનીયર મેનેજમેન્ટ ટીમના ૧૦ સભ્યોમાં માત્ર એક જ તેઓ વિદેશી છે, જેઓને એપ્લાઇડ સ્ટોક ઓનરશિપ પ્લાન (ESOP) હેઠળ શેર પ્રાપ્ત થયા છે. તેઓ પાસે ૨૩ લાખ શેર છે અને ગ્લોબલ લેવલે ત્રીજા સૌથી મોટ્ટા ESOP હોલ્ડર છે.

જૂન, ૨૦૧૪માં શાઓમી ભારતમાં આવ્યું હતું, ત્યારબાદ તેણે ૫ ભાગોમાં શેર એલોર્ટ કરાયા હતા. નોધનીય છે કે, મનુ કુમાર જૈનના નેતૃત્વમાં શાઓમીએ ભારતમાં સેમસંગને પાછલા ક્વાર્ટરમાં પછાડ્યું હતું.