apple/ એપલનું ભારતમાં લાખો લોકોને ઊંચા પગારની નોકરી આપવાનું આયોજન

વિશ્વની અગ્રણી સ્માર્ટફોન ઉત્પાદક કંપની એપલ હવે ભારતમાં લાખો નોકરીઓનું સર્જન કરશે. આ નોકરી પણ પાછી ઊંચા પગારની હશે. એપલ ભારતમાં પાંચ લાખ લોકોને નોકરી આપી શકે છે.

Trending Breaking News Tech & Auto
Beginners guide to 2024 04 22T164256.350 એપલનું ભારતમાં લાખો લોકોને ઊંચા પગારની નોકરી આપવાનું આયોજન

નવી દિલ્હીઃ વિશ્વની અગ્રણી સ્માર્ટફોન ઉત્પાદક કંપની એપલ હવે ભારતમાં લાખો નોકરીઓનું સર્જન કરશે. આ નોકરી પણ પાછી ઊંચા પગારની હશે. એપલ ભારતમાં પાંચ લાખ લોકોને નોકરી આપી શકે છે.

આઇફોન ઉત્પાદક કંપની એપલે જણાવ્યું છે કે તે આગામી ત્રણ વર્ષમાં પાંચ લાખથી વધુ લોકોને રોજગાર આપી શકે છે. હાલમાં એપલના વેન્ડર્સ અને સપ્લાયર્સ ભારતમાં 1.5 લાખ લોકોને રાજગારી આપે છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ એપલ માટે બે પ્લાન્ટ ચલાવે છે. તે સૌથી વધુ રોજગાર પેદા કરે છે. એપલની ભારતમાં ભરતીમાં પણ ભરતી આવી છે.

કંપની તેના વિક્રેતાઓ અને ઘટકોના સપ્લાયર્સ દ્વારા આગામી ત્રણ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગારી પૂરી પાડશે. જો કે કંપનીએ આ અંગે સ્પષ્ટ રીતે કશું કહેવાનું ટાળ્યું છે. એપલ આગામી ચારથી પાંચ વર્ષમાં ભારતમાં તેનું ઉત્પાદન પાંચ ગણાથી વધુ કરી 40 અબજ ડોલર એટલે કે 32 લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન કરવાનું આયોજન ધરાવે છે.

2023માં પહેલી જ વખત એપલે સૌથી વધુ આવક સાથે ભારતીય બજારમાં આગેવાની લીધી હતી. જ્યારે સેમસંગ વોલ્યુમની રીતે ટોચ પર રહ્યું હતું. એપલ હાલમાં ચીનમાં સૌથી વધુ વેલ્યુ એડિશન ધરાવે છે. તેનું ત્યાં વેલ્યુ એડિશન 28 ટકા છે.

કંપનીનું ભારતમાં વેલ્યુ એડિશન 11થી 12 ટકા છે. કંપની તેને 15થી 18 ટકા સુધી વધારી શકે છે. એપલ સિવાય વિશ્વની અન્ય ઘણી કંપનીઓએ આ વ્યૂહરચના અપનાવી છે. તેને ચાઇના પ્લસ વન પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. કોરોના પછી અને રશિયાના યુક્રેન પરના આક્રમણ પછી આ યુરોપીયન અને અમેરિકન ઉત્પાદકોને આ પોલિસીની તાકીદે જરૂરિયાત વર્તાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  સેકન્ડ હેન્ડ બાઇક ખરીદવી મોંધી પડી શકે , બાઇક ખરીદતી વખતે ધ્યાનમાં રાખો આ 5 બાબત

આ પણ વાંચો: આ રંગની કાર સૌથી વધુ ચોરાય છે, મારુતિની આ કાર પર ચોરોની છે ચાંપતી નજર 

આ પણ વાંચો: UPI પેમેન્ટ મુદ્દે સરકાર યુઝર્સને આપશે નવી સુવિધા, વિદેશી એપ્સને ટક્કર આપવા લાવી રહી છે યોજના