Second hand bike/ સેકન્ડ હેન્ડ બાઇક ખરીદવી મોંધી પડી શકે , બાઇક ખરીદતી વખતે ધ્યાનમાં રાખો આ 5 બાબત

આ સમયગાળામાં નવી બાઇક સાથે જુની બાઇકની પણ માંગ વધી છે. લોકો હવે જુની બાઇક ખરીદવાનું વઘારે વિચારતા હોય છે. કારણ કે ગ્રાહકને એમ લાગે છે કે સારી કિંમતમાં સારી કન્ડીસનની બાઇક મળી જાય.

Trending Tech & Auto
Cricket Tutorials YouTube Thumbnail 39 સેકન્ડ હેન્ડ બાઇક ખરીદવી મોંધી પડી શકે , બાઇક ખરીદતી વખતે ધ્યાનમાં રાખો આ 5 બાબત

આ સમયગાળામાં નવી બાઇક સાથે જુની બાઇકની પણ માંગ વધી છે. લોકો હવે જુની બાઇક ખરીદવાનું વઘારે વિચારતા હોય છે. કારણ કે ગ્રાહકને એમ લાગે છે કે સારી કિંમતમાં સારી કન્ડીસનની બાઇક મળી જાય. અને લોકોને આછી કિંમતમાં તેમને સારી બાઇક આસાનીથી મળી જાય છે. હવે તમે બાઇક EMI પર પણ ખરીદી શકો છો. પરંતુ ઘણી વખત એવુ બનતુ હોય છે કે આપણે સસ્તી વસ્તુના ચક્કરમાં ખરાબ વસ્તુ લઇ લેતા હોય છે જેના કારણે પસ્તાવાનો વારો પણ આવતો હોય છે અને આપણને ઘણું નુકસાન પહોંચતુ હોય છે. અમે તમને એવી ટીપ્સ જણાવવા જઇ રહ્યા છે જે તમારે જુની બાઇક ખરીદતી વખતે ધ્યાન રાખવાની હોય અને તમને જુની બાઇક ખરીદવામાં મદદ પણ કરશે.

1 સોપ્રથમ બાઇકની સર્વીસ હિસ્ટ્રી ચેક કરી લેવી
જો તમે સેકન્ડ હેન્ડ બાઇક ખરીદવા જઇ રહ્યા છો તો સૌપ્રથમ બાઇકની સર્વીસ હિસ્ટ્રી ચેક કરો. આ કરવાથી બાઇક વિશે તમને ઘણું બધુ જાણવા મળશે.જો તમને બાઇક ગમે તો આ સીવાય બાઇકની બોડીને પણ ચેક કરો અને તેના અન્ય પાર્ટને્ પણ ચેક કરી લો.

2 બાઇકને ચલાવીને ચેક કરવી
જે બાઇકને તમે પસંગ કરી છે તો તેને ચલાવીને ચેક કરી લેવી જરૂરી છે. આ કરો ત્યારે તમને ખબર પડતી હોય છે કે બાઇકની કંડિશન કેવી છે. બાઇક ચલાવીને તમને બાઇકનું પીકઅપ,ગેર,શિફ્ટિંગ,એક્સિલેટર વીશે ખબર પડશે. અને એ પણ ખબર પડશે કે બાઇકમાં શું ખરાબી છે.

3 બાઇક લેવા જાવ ત્યારે મેકેનિકને સાથે લઇ જાવ
જો તમે બાઇક લેવા જાવ ત્યારે બાઇકના મેકેનિકને સાથે લઇ જાવ અથવા તેને બાઇક બતાવો કારણ કે મેકેનિક તમને જણાવી દેશે કે આ બાઇક ખરીદવા જેવી છે કે નહી.

4 ઇંશ્યોરંસ પેપર પણ ચેક કરી લેવા
સેકન્ડ હૈન્ડ બાઇક ખરીદતી વખતે તેનું ઇંશ્યોરંસ જરૂર ચેક કરવુ. ઘણી વખત ઇંશ્યોરંસ પુરુ થઇ જાય છે અને પછી કરાવતા નથી. ઇંશ્યોરંસના પેપર તમારા નામે તમારા નામે થઇ જશે. આ પણ ચેક કરવું જરૂરી હોય છે.

5 NOC લેવાનું ભૂલશો નહીં

સેકન્ડ હેન્ડ બાઇક ખરીદતી વખતે બાઇકના માલિક પાસેથી ચોક્કસપણે NOCલો. એ પણ ધ્યાનમાં રાખો કે બાઇક પર કોઈ લોન ઉપલબ્ધ નથી. જો બાઇક લોન પર ખરીદી હોય તો તમારે તે વ્યક્તિ પાસેથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ લેવું જરૂરી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત

આ પણ વાંચો:સલમાન ખાનના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે, મીટિંગ દરમિયાન સલીમ ખાન પણ રહ્યા હાજર

આ પણ વાંચો:ઇજાગ્રસ્ત ચહેરો, સૂજી ગયેલી આંખો અને લોહીથી લથપથ… પ્રિયંકા ચોપરાને શું થયું?