રાજસ્થાનના અલવરમાં એક માસૂમ છોકરો તેની માતાના મૃતદેહને લઇને ત્રણ દિવસથી રડી રહ્યો છે, પરંતુ અંતિમ સંસ્કાર માટે કોઇ આવતુ નથી. નવાઇ તો તમને આ વાતથી લાગશે કે ઘણા લોકો આ ઘટનાથી વાકેફ છે પરંતુ માનવતા બતાવવા કોઇ આવતુ નથી.
આ છોકરાનું નામ રોહીત છે જે અલવરનો રહેવાસી છે. તેની માતાનું નામ પ્રેમ દેવી છે . અગાઉ તેને કેન્સર થયું હતું અને 17 એપ્રિલે તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. રોહિત કહે છે કે તેના મોટા ભાઇ સિવાય આ દુનિયામાં તેનું કોઇ નથી. મોટા ભાઇ નજીકના ખૈરથલ શહેરમાં મજૂરી કરે છે. પરંતુ તેમને અનેક ફોન કરવા છતાં પણ તેઓ ફોન ઉપાડતા નથી.
પિતાનું પણ ઘણા સમય પહેલા અવસાન થયું હતું અને પરિવારમાં કોઇ નથી. રોહિતનું કહેવું છે કે 17 એપ્રિલના રોજ મારી માતાએ પાણી પીધું અને તે પછી તે બેભાન થઇ ગઇ હતી. રોહિત દોડીને ડૉક્ટરને બેલાવ્યા તો ડૉક્ટરે ચેકઅપ કર્યુ અને પછી કંઇ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયા. ત્યાર બાદ કેટલાક લોકો માતાને લેવા માટે આવ્યા અને તેને શબઘરમાં લઇ ગયા હતા. રોહિતની સ્કુલમાં ઘણી રજા હોવાથી સ્કુલ દ્વારા તેનું નામ પણ કાઢી દીધુ હતુ. આ મામલામાં પોલીસનું એવું કહેવું છે કે ઘણી જગ્યાએ માહિતી આપવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઇ આવ્યુ નથી.
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી 2024 Live: બપોરે 1 વાગ્યા સુધીમાં 39.9 % મતદાન
આ પણ વાંચો:વિશ્વની સૌથી નાની મહિલાએ કર્યું મતદાન, અને મતદાન કરવાની અપીલ કરી
આ પણ વાંચો:જમ્મુ અને કાશ્મીરમાં સુંદર દ્રશ્ય જોવા મળ્યું, વરરાજા કન્યા સાથે પોતાનો મત આપવા માટે બેન્ડ વાજા સાથે