Not Set/ કેબિનેટ વિસ્તરણ પહેલા ડો. હર્ષવર્ધને આરોગ્ય મંત્રાલયમાંથી આપ્યું રાજીનામું

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર નવા બદલાવ પછી આ સૌથી યુવા મંત્રીમંડળ હોઈ શકે છે. નવી માહિતી અનુસાર, 43 નેતાઓ શપથ લેશે.

Top Stories India
11 178 કેબિનેટ વિસ્તરણ પહેલા ડો. હર્ષવર્ધને આરોગ્ય મંત્રાલયમાંથી આપ્યું રાજીનામું

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર નવા બદલાવ પછી આ સૌથી યુવા મંત્રીમંડળ હોઈ શકે છે. નવી માહિતી અનુસાર, 43 નેતાઓ શપથ લેશે. આજે સાંજે યોજાનારી ફેરબદલ અને વિસ્તરણ પહેલા કેટલાક મંત્રીઓએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંક, શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવાર, મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી દેબશ્રી ચૌધરી મુખ્ય છે. આ સાથે સદાનંદ ગૌડાએ પણ રાજીનામું આપી દીધું છે. કેબિનેટ વિસ્તરણ પહેલા, મોદી સરકારનાં 10 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે, જેમાં સંજય ઘોત્રે, થાવરચંદ ગેહલોત અને રાવ સાહેબ પાટિલનો સમાવેશ થાય છે. આ સાથે રતનલાલ કટારિયાએ પણ રાજીનામું આપી દીધું છે. આ સાથે પ્રતાપ સારંગી અને હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધને આરોગ્ય મંત્રાલયમાંથી રાજીનામું આપી દીધું છે.

મોદી કેબિનેટના વિસ્તરણ / આજે સાંજે 6 વાગે થશે નવા મંત્રીઓના શપથ ગ્રહણ, PM મોદીને મળવા પહોંચ્યા નેતા

કેન્દ્રીય મંત્રીમંડળમાં આજે (બુધવારે) સાંજે એક મોટો ફેરબદલ થવાનો છે, પરંતુ તે પહેલા ઘણા મંત્રીઓનાં રાજીનામાનાં સમાચાર સામે આવી રહ્યા છે. રમેશ પોખરીયાલ નિશંક અને સંતોષ ગંગવાર બાદ હવે ડો.હર્ષ વર્ધનને કેન્દ્રીય આરોગ્ય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના વાયરસની બીજી લહેરમાં, મોદી સરકાર પર સવાલો ઉભા થયા હતા, જેનુ પરિણામ છે કે ડો.હર્ષવર્ધનને તેમની મંત્રીની ખુર્સી છોડવી પડી રહી છે. જો કે હર્ષ વર્ધનનાં રાજીનામાં પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. નોંધપાત્ર વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારમાં કેબિનેટ વિસ્તરણને લઈને અટકળો તીવ્ર બની છે. આ વખતે કેટલાક નવા ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરી શકાય છે. ડો.હર્ષ વર્ધનનાં રાજીનામા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની જવાબદારી કોને સોંપવામાં આવી શકે તે જોવું રસપ્રદ રહેશે. દરમ્યાન કેબિનેટમાંથી મંત્રીઓનાં રાજીનામાનાં સમાચારથી રાજકીય હલચલ ઉઠી છે. ડો હર્ષ વર્ધન ઉપરાંત રમેશ પોખરીયાલ નિશંક, સદાનંદ ગૌડા, સંતોષ ગંગવાર, સંજય ઘોત્રી, રતન લાલ કટારીયા, પ્રતાપ સારંગીનાં રાજીનામાં સામે આવ્યા છે.

મહામારીનો મહાભરડો / ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકથી ફેલાયો ડરનો માહોલ

આપને જણાવી દઈએ કે, આજે સાંજે કેન્દ્રીય મંત્રીમંડળમાં 43 મંત્રી શપથ લેશે, આ મંત્રીઓમાં કેટલાક નવા ચહેરા હશે, કેટલાક જૂના ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આ વિસ્તરણમાં, કેટલાક રાજ્ય કક્ષાનાં મત્રીઓનું પ્રમોશન હશે અને તેમને કેબિનેટ રેન્કનાં મંત્રી બનાવવામાં આવશે, તેવામાં તેઓ મંત્રી તરીકે શપથ લેશે. મંત્રીમંડળનાં વિસ્તરણ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિવાસ સ્થાને ભાવિ મંત્રીઓને મળી રહ્યા છે. રાજ્યનાં મંત્રીઓની વરણી કરવામાં આવી રહી છે તેમાં અનુરાગ ઠાકુર, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, કિરેન રિજિજુ, આર.કે. સિંહ, હરદીપસિંહ પુરી અને જી.કે. રેડ્ડીનાં નામ બહાર આવી રહ્યા છે.