Not Set/ અખિલેશ યાદવનો યુપી સરકાર પર તંજ, કહ્યુ- હોસ્પિટલોની દુરવ્યવસ્થા અને દુર્દશાનું સત્ય બહાર ન આવે એટલે…

ઉત્તર પ્રદેશમાં કોરોના કાળમાં પણ રાજનીતિ ઓછી થઇ રહી નથી. અહી એક પછી એક મુદ્દા પર રાજકારણ શરૂ થયું છે. હવે વિપક્ષની સમાજવાદી પાર્ટીએ શનિવારે રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા અપાયેલા નિર્ણય અંગે વાંધો ઉઠાવ્યો છે. યોગી સરકારે શનિવારે પોતાના એક આદેશમાં કહ્યું હતું કે કોરોનાવાયરસનાં એલ-2 અને એલ-3 હોસ્પિટલોનાં આઇસોલેશન વોર્ડમાં હવેથી મોબાઈલ લઈ […]

India
bd026f53b748e9219ce5053f3d145848 અખિલેશ યાદવનો યુપી સરકાર પર તંજ, કહ્યુ- હોસ્પિટલોની દુરવ્યવસ્થા અને દુર્દશાનું સત્ય બહાર ન આવે એટલે...
bd026f53b748e9219ce5053f3d145848 અખિલેશ યાદવનો યુપી સરકાર પર તંજ, કહ્યુ- હોસ્પિટલોની દુરવ્યવસ્થા અને દુર્દશાનું સત્ય બહાર ન આવે એટલે...

ઉત્તર પ્રદેશમાં કોરોના કાળમાં પણ રાજનીતિ ઓછી થઇ રહી નથી. અહી એક પછી એક મુદ્દા પર રાજકારણ શરૂ થયું છે. હવે વિપક્ષની સમાજવાદી પાર્ટીએ શનિવારે રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા અપાયેલા નિર્ણય અંગે વાંધો ઉઠાવ્યો છે. યોગી સરકારે શનિવારે પોતાના એક આદેશમાં કહ્યું હતું કે કોરોનાવાયરસનાં એલ-2 અને એલ-3 હોસ્પિટલોનાં આઇસોલેશન વોર્ડમાં હવેથી મોબાઈલ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ વોર્ડમાં દર્દીઓ તેમની સાથે મોબાઈલ રાખી શકશે નહી. આ પાછળનું કારણ બતાવવામાં આવી રહ્યુ છે કે મોબાઇલથી ચેપ ફેલાય છે.

આ આદેશ પર, રવિવારે સમાજવાદી પાર્ટીનાં વડા અખિલેશ યાદવે આ હુકમ પાછળનો હેતુ જાણવાની ઇચ્છા દર્શાવી. તેમણે કહ્યું કે જો મોબાઈલ દ્વારા ચેપ ફેલાય તો તે સમગ્ર દેશમાં પ્રતિબંધિત હોવો જોઈએ. તેમણે યોગી સરકાર પર આરોપ લગાવ્યો કે સરકાર તેની હોસ્પિટલોની દુર્દશા લોકો સુધી પહોંચવા દેતી નથી, તેથી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જો ચેપનો ભય હોય તો સેનિટાઈઝેશન થવું જોઈએ. મોબાઈલ પર પ્રતિબંધ મૂકવો જોઇએ નહીં કારણ કે તે એકલા દર્દીઓ માટે માનસિક સપોર્ટ છે.

અખિલેશે એક ટ્વિટમાં કહ્યું, ‘જો ચેપ મોબાઈલથી ફેલાય છે, તો આઇસોલેશન વોર્ડ સાથે સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકવો જોઈએ. આ જ તો એકલામાં માનસિક ટેકો આપે છે. જણાવી દઇએ કે, હોસ્પિટલોની દુરવ્યવસ્થા અને દુર્દશાનું સત્ય લોકો સુધી ન પહોંચે, તેથી જ તે પ્રતિબંધ છે. જરૂરિયાત મોબાઇલ પર પ્રતિબંધ મુકવાની નહીં પરંતુ તેને સેનિટાઇઝ કરવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.