
શુક્રવારે સોનિયા ગાંધીની કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ બોલાવવામાં આવેલી મેરેથોન બેઠકમાંથી ત્રણ મોટા પક્ષોએ કિનારો કર્યો છે. અહેવાલ છે કે, માયાવતીની બહુજન સમાજ પાર્ટી, અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને દેશની રાજધાનીમાં સત્તા પર રહેલી અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટી સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં શુક્રવારે યોજાનારી વિપક્ષી મહાબેઠકમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો નથી.
આમ આદમી પાર્ટીનાં સાંસદ સંજય સિંહે કહ્યું છે કે, આમઆદમી પાર્ટી આવી કોઈ પણ બેઠકમાં ભાગ લેશે નહીં. આપ નાં સાંસદે કહ્યું છે કે, “પાર્ટીને આવી કોઈ બેઠકની જાણકારી નથી અને ન તો પાર્ટી આવી કોઈ મીટિંગમાં ભાગ લઈ રહી છે.” જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ સાથે આ ત્રણેય પક્ષોનાં પોતાના રાજકીય મતભેદો છે. પરંતુ કેન્દ્રમાં સત્તા સંભાળી રહેલા એનડીએનાં લોકોનો દાવો છે કે ભાજપ પ્રત્યેનાં તેમના વલણમાં થોડી નરમાઈ છે. ગુરુવારે કોંગ્રેસ પક્ષનાં સુત્રોએ જણાવ્યું હતું કે, બેઠકમાં ભાગ લેવા સંમત થયા હોય તેવા નેતાઓમાં પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનર્જી, મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરે, ઝારખંડનાં સીએમ હેમંત સોરેન, ડીએમકે નેતા એમ કે સ્ટાલિન, એનસીપી પ્રમુખ શરદ પવાર અને ડાબેરી પક્ષો અને યુપીનાં અન્ય ઘટક સમાવિષ્ટ છે.
ડાબેરી પક્ષો અને મમતા બેનર્જીએ મીટિંગમાં આવવાની દરખાસ્તને પહેલા જ મંજૂરી આપી દીધી હતી. 35 વર્ષથી શિવસેના ભાજપનાં સાથી એવા ઉદ્ધવ ઠાકરે માટે સંયુક્ત વિપક્ષ સાથેની આ પહેલી બેઠક હશે. આ બેઠક એપ્રિલમાં યોજાવાની હતી. કેટલાક પક્ષો – ખાસ કરીને શરદ પવારની એનસીપી, તેને મુલતવી રાખવા માટે ઉત્સુક હતા, પરંતુ અંતે સ્વીકાર્યું કે કોરોનોવાયરસ સાથે કામ કરવા માટે નરેન્દ્ર મોદી સરકારની પરિસ્થિતિ સામે સંયુક્ત અભિપ્રાય લેવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.