Not Set/ બાબા રામદેવે દૂધ, દહીં, છાશ અને પનીર સહિત નવી ૫ પતંજલિ પ્રોડક્ટને કરી લોન્ચ

નવી દિલ્લી પતંજલિના પ્રોડક્ટ આજકાલ લોકોમાં ફેવરીટ બનતા જાય છે. યોગગુરુ રામદેવબાબા મોટાભાગે પોતાના પ્રોડક્ટની જાહેરાત જાતે જ કરતા હોય છે. સ્વામી રામદેવની બ્રાંડ પતંજલિ પોતાના પ્રોડક્ટ્સમાં દિવસેને દિવસે વધારો કરતી જાય છે. ગુરુવારથી પતંજલિ દૂધ, દહીં, છાશ અને પનીરની ઇન્ડસ્ટ્રીમાં પણ પગ મુકવા જઈ રહી છે. નવી દિલ્લીના તાલકટોરા સ્ટેડીયમમાંથી રામદેવબાબા પાંચ પ્રોડક્ટને લોન્ચ […]

Top Stories India Trending
690101 baba ramdev બાબા રામદેવે દૂધ, દહીં, છાશ અને પનીર સહિત નવી ૫ પતંજલિ પ્રોડક્ટને કરી લોન્ચ

નવી દિલ્લી

પતંજલિના પ્રોડક્ટ આજકાલ લોકોમાં ફેવરીટ બનતા જાય છે. યોગગુરુ રામદેવબાબા મોટાભાગે પોતાના પ્રોડક્ટની જાહેરાત જાતે જ કરતા હોય છે.

સ્વામી રામદેવની બ્રાંડ પતંજલિ પોતાના પ્રોડક્ટ્સમાં દિવસેને દિવસે વધારો કરતી જાય છે. ગુરુવારથી પતંજલિ દૂધ, દહીં, છાશ અને પનીરની ઇન્ડસ્ટ્રીમાં પણ પગ મુકવા જઈ રહી છે. નવી દિલ્લીના તાલકટોરા સ્ટેડીયમમાંથી રામદેવબાબા પાંચ પ્રોડક્ટને લોન્ચ કરવાના છે.

તમને જણાવી દઈએ કે પતંજલિની અત્યારની પ્રોડક્ટે માર્કેટમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. યોગગુરુ રામદેવ આજે કુલ પાંચ પ્રોડક્ટને લોન્ચ કરવાના છે.

૧. ડેરી પ્રોડક્ટ્સ ( ગાયનું દૂધ, પનીર, દહીં છાશ )

૨. પશુનો ચારો

૩.ફ્રોઝન શાકભાજી

૪. સોલાર પેનલ

૫.દિવ્ય જળ ( પીવાલાયક ફિલ્ટર કરેલું પાણી )

પતંજલિની દૂધની પ્રોડક્ટ બજારમાં આવી જવાથી તેનો મુકાબલો સીધો દૂધની અગ્રણી કંપની અમૂલ અને મધર ડેરી સાથે થશે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોથી પતંજલિનું ટન ઓવર વધી ગયું છે. તેની આયુર્વેદિક દવા, ટૂથપેસ્ટ અને  મસાલા જેવી પ્રોડક્ટ્સે પોતાનું અલગ સ્થાન માર્કેટમાં બનાવી લીધું છે.