Not Set/ આઠ વર્ષમાં રાજ્યમાં પડ્યો સૌથી ઓછો વરસાદ, 15 સપ્ટેમ્બર બાદ ચોમાસુ વિદાય લે તેવી શક્યતા

અમદાવાદ, દેશમાં ક્યાંક વરસાદે તબાહી બોલીવી છે તો ક્યાંક પીવાની પાણીની અછત જોવા મળી રહી છે ત્યારે ગુજરાતની સ્થિતિ પણ તેનાથી જુદી નથી,  ગુજરાતમાં દર ચોમાસા કરતા આ વર્ષે ઓછો વરસાદ થયો છે પરંતુ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીનું જથ્થો સારો એવો જોવા મળી રહ્યો છે. સમગ્ર  ગુજરાતમાં ચોમાસાની મોસમનો 73.16 ટકા વરસાદ નોંધાયો […]

Top Stories Gujarat
full 849976246 1434042279 આઠ વર્ષમાં રાજ્યમાં પડ્યો સૌથી ઓછો વરસાદ, 15 સપ્ટેમ્બર બાદ ચોમાસુ વિદાય લે તેવી શક્યતા

અમદાવાદ,

દેશમાં ક્યાંક વરસાદે તબાહી બોલીવી છે તો ક્યાંક પીવાની પાણીની અછત જોવા મળી રહી છે ત્યારે ગુજરાતની સ્થિતિ પણ તેનાથી જુદી નથી,  ગુજરાતમાં દર ચોમાસા કરતા આ વર્ષે ઓછો વરસાદ થયો છે પરંતુ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીનું જથ્થો સારો એવો જોવા મળી રહ્યો છે.

સમગ્ર  ગુજરાતમાં ચોમાસાની મોસમનો 73.16 ટકા વરસાદ નોંધાયો છે, દક્ષિણ ગુજરાતમાં સાથે સૌરાષ્ટ્રમાં સારા એવો વરસાદ થયો છે, રાજ્યના સાત એવા તાલુકાઓ છે જેમાં 80 ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો બીજી કેટલાંક જિલ્લાઓમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી હતી. રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાના 20  ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે.

સૌથી વધુ  ક્યાં અને કેટલા ઈંચ વરસાદ પડ્યો.

ડાંગના વઘઈમાં 133.85 ઈંચ

વલસાડના કપરાડામાં 104.17 ઈંચ

વલસાડના ધરમપુરમાં 95.51 ઈંચ

નવસારીના ખેરગામમાં 90.55 ઈંચ

વલસાડના ઉમરગામમાં 88..85 ઈંચ

તો બીજી તરફ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસાદની ઘટ  જોવા મળી હતી. ઉત્તર ગુજરતા, પાટણ, કચ્છ અને મહેસાણાના કેટલાક તાલુકાઓમાં વરસાદની ખેંચ જોવા મળી હતી. તેને કારણે જિલ્લાના ડેમોમાં પાણીની સ્તર ખુબ નીચા જોવા મળ્યા છે.

ગુજરાતની  જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની અછત જોવા મળતા સરકારે ખેડૂતોને ખેતી માટે પાણી આપવાની નહિં આપવાનો નિર્ણય કર્યો છે..

સૌથી ઓછો પડેલો વરસાદ

કચ્છના લખપતમાંના 0.49 ઈંચ

કચ્છના રાપરમાં 01.02 ઈંચ

બનાસકાંઠાના વાવમાં 01.18 ઈંચ

કચ્છના અબડાસામાં 02.08 ઈંચ

બનાસકાંઠાના સુઈગામમાં 02.38 ઈંચ

ગુજરાતના જે તાલુકામાં સૌથી વધારે વરસાદ પડયો છે તેમાં વઘઇ ઉપરાંત  સાથે કપરાડા,ધરમપુર,ખેરગામ, ઉમગામ, વલસાડનો સમાવેશ થાય છે. બીજીતરફ પાટણ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા એવા જિલ્લા છે… જ્યાં સૌથી  વધારે વરસાદની ઘટ છે,

રાજ્યના ગ્રીનેસ્ટ સિટી તરીકે જેને ઉપમા આપવામાં આવે છે. તે ગાંધીનગરમાં ૧૨ ઈંચ સાથે મોસમનો ૩૮.૭૯ ઈંચ વરસાદ પડયો છે ૧૯૮૮ થી ૨૦૧૭ એમ ૩૦ વર્ષની સરેરાશ જોવામાં આવે તો ગાંધીનગરમાં ૩૦.૯૦ ઈંચ વરસાદ પડતો હોય છે.

ક્યાં તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો.

તાલુકો……જિલ્લો…..વરસાદ (ઇંચમાં )

વધાઈ       ડાંગ           133.85

કપરાડા     વલસાડ      104.17

ધરમપુર     વલસાડ       95.51

ખેરગામ     નવસારી      90.55

ઉમરગામ   વલસાડ       88.85

ક્યાં તાલુકામાં સૌથી ઓછો વરસાદ પડ્યો.

તાલુકો……જિલ્લો…..વરસાદ …..(ઇંચમાં )

લખપત        કચ્છ                 0.49

રાપર           કચ્છ                  01.02

વાવ           બનાસકાંઠા        01.18

અબડાસા     કચ્છ                  02.08

સુઈગામ      બનાસકાંઠા        02.38..

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 15 સપ્ટેમ્બરે સુધીમાં ચોમાસુ વિદાય લેશે. જો આગાહી પહેલા રાજ્યમાં પૂરતો વરસાદ નહિં પડે તો જગતના તાત માટે પાકને જીંવત રાખવા પાણી નહિં મળી શકે,દક્ષિણમાં ધોધમાર છતા ગુજરાતમાં આગામી સમયમાં પાણી ખેંચ વર્તાશે.