Not Set/ દેશની પહેલી એસી લોકલ ટ્રેન મુંબઇમાં ચાલુ કરાઇ,જાણો ફિચર

મુંબઇ મુંબઈમાં દેશની પ્રથમ એસી લોકલ-ટ્રેનનો આજથી પ્રારંભ થયો છે.સવારે ૧૦:૩૦ કલાકે આ એસી ટ્રેન મુંબઇના બોરીવલી સ્ટેશનથી ચર્ચગેટ રવાના થઇ હતી,જેમાં ૬ વર્ષના બાળકો થી માંડીને મોટી વયના નાગરિકોએ મુસાફરી કરી.  આ ટ્રેન ને મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વિનોદ તાવડે દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી હતી.જોકે આ એસી ટ્રેનનું ભાડું સામાન્ય લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ભાડાથી ૧.૨ ઘણું વધારે હશે.બોરીવલીથી ચર્ચગેટનું […]

Top Stories
mumbai ac train દેશની પહેલી એસી લોકલ ટ્રેન મુંબઇમાં ચાલુ કરાઇ,જાણો ફિચર

મુંબઇ

મુંબઈમાં દેશની પ્રથમ એસી લોકલ-ટ્રેનનો આજથી પ્રારંભ થયો છે.સવારે ૧૦:૩૦ કલાકે આ એસી ટ્રેન મુંબઇના બોરીવલી સ્ટેશનથી ચર્ચગેટ રવાના થઇ હતી,જેમાં ૬ વર્ષના બાળકો થી માંડીને મોટી વયના નાગરિકોએ મુસાફરી કરી.

 આ ટ્રેન ને મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વિનોદ તાવડે દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી હતી.જોકે આ એસી ટ્રેનનું ભાડું સામાન્ય લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ભાડાથી ૧.૨ ઘણું વધારે હશે.બોરીવલીથી ચર્ચગેટનું ભાડુ 165 રૂપિયા સુધીનું હશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે વર્ષના 9 મહિના ગરમી અને બફારાથી અકળાતા મુંબઇગરાઓ માટે એરકંડિશન્ડ ટ્રેન આશીર્વાદ બનશે અને એસની સગવડ હોવાને લીધે વધુ ભીડ થવાની શક્યતાઓ વધુ છે, જેને રોકવા માટે ટ્રેનમાં બાઉન્સર પણ તેનાત કરાયા છે.

આ ટ્રેનમાં સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.આ સાથે આ ટ્રેનમાં ઓટોમેટીક ડોરની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે.

આ ટ્રેનમાં રાજધાની એક્ષ્પ્રેસના કોચ ની જેમ એક સિંગલ વિન્ડો લગાવામાં આવી છે. કોચ નું ઇન્ટીરીયર ગયા વર્ષના મુંબઈ ની લોકલ કોચ જેવું જ છે . આ ટ્રેન ની મેકસીમમ ઝડપ ૧૧૦ કી.મી. પ્રતિ કલાક હશે, જયારે એક સમય માં ૫૯૬૪ મુસાફરો આ ટ્રેન મુસાફરી કરી શકશે. 

પશ્ચિમ રેલવે આ સપ્તાહે આ ટ્રેનની 6 ટ્રીપ શરૂ કરશે. જેમાં ત્રણ અપ અને બે ડાઉન ટ્રેનો હશે.ડબ્લ્યુઆર ચીફ પબ્લિક રિલેશનશિપ ઓફિસર રવિન્દ્ર ભાકરએ જણાવ્યું હતું કેશુક્રવાર સુધી આ વીકમાં 8 વાર આ ટ્રેન દોડાવવામાં આવશે.એ પછી 1લી જાન્યુઆરીથી એસી ટ્રેન ચર્ચગેટ અને વિરાર સ્ટેશનો વચ્ચે નિયમિત ધોરણે ચાલશેજેમાં પીક કલાકો સહિત કુલ 12 ટ્રીપ હશે. 

એસી લોકલમાં નવી સુરક્ષા સુવિધાઓ છેજેમાં મુસાફરો માટે આપોઆપ બારણું ખુલશે.ટ્રેનમાં ઇમરજન્સી ટોક સિસ્ટમને પણ શરૂ કરવામાં આવી છે જેમાં પેસેન્જરો ઇમરજન્સીમાં મોટરમેન અથવા ગાર્ડ સાથે વાતચીત કરી શકે છે.