Not Set/ લગ્નેતર સંબંધોનો આવ્યો કરૂણ અંજામ, પરિણિત પ્રેમીકાએ પ્રેમીની શું હાલત કરી નાંખી, વાંચો

ગણદેવી, લગ્નેર સંબંધોનો ઘણીવાર કેવો કરૂણ અંજામ આવતો હોય છે. તેનો ઉદાહરણરૂપ દાખલો નવસારીથી સામે આવ્યો છે. નવસારી જીલ્લાના ભાગડ ગામે લગ્નેતર સંબંધોએ પરણિત પ્રેમિકાને પોતાના જ પ્રેમીની હત્યા કરવા મજબુર કરી હતી. ગણદેવીના ભાગડ ગામે તારીખ 21 ડીસેમ્બરની મધ્યરાત્રીના પ્રશાંત પટેલ નામની વ્યક્તિએ કરેલી આત્મહત્યા મામલે નવો વણાંક આવ્યો છે. જો કે પ્રાથમિક તબ્બકે […]

Gujarat
gandevi murder લગ્નેતર સંબંધોનો આવ્યો કરૂણ અંજામ, પરિણિત પ્રેમીકાએ પ્રેમીની શું હાલત કરી નાંખી, વાંચો

ગણદેવી,

લગ્નેર સંબંધોનો ઘણીવાર કેવો કરૂણ અંજામ આવતો હોય છે. તેનો ઉદાહરણરૂપ દાખલો નવસારીથી સામે આવ્યો છે. નવસારી જીલ્લાના ભાગડ ગામે લગ્નેતર સંબંધોએ પરણિત પ્રેમિકાને પોતાના જ પ્રેમીની હત્યા કરવા મજબુર કરી હતી.

ગણદેવીના ભાગડ ગામે તારીખ 21 ડીસેમ્બરની મધ્યરાત્રીના પ્રશાંત પટેલ નામની વ્યક્તિએ કરેલી આત્મહત્યા મામલે નવો વણાંક આવ્યો છે. જો કે પ્રાથમિક તબ્બકે પોલીસે આત્મહત્યા નોધી તપાસ આદરી હતી. પોલિસ અને ફોરેન્સિક સાયન્સની તપાસમાં તથા મરનારના પીએમ રીપોર્ટમાં હત્યા થયાનું બહાર આવ્યું હતું. પ્રશાંતની પરણિત પ્રેમીકા નીતા પટેલે જ તેની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલિસે પ્રશાંત પટેલની કોલ વિગતો મેળવતા આ ખુલાસો સામે આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નીતા પટેલનો પતિ કામકાજ અર્થે વિદેશ રહે છે.

નીતા પટેલે હત્યાની રાતે તેના પ્રેમી પ્રશાંત સાથે વાત કરી હતી. નીતાને પ્રશાંત સાથે માથાકુટ થતાં તેણે હત્યા કરવામાં તેના ભાણેજની મદદ લીધી હતી. નીતાએ તેના ભાણેજની મદદથી પ્રશાંતને માથામાં માર મારી દોરી વડે ગળું દબાવીને મોત ને ઘાટ ઉતારી દીધો હતો.

પોલિસના કહેવા પ્રમાણે, હત્યારી નીતા પટેલનો પતિ નોકરી ધંધાર્થે વિદેશમાં હોય જે એકલતા નીતા પટેલની ભાગડ ગામનો કુવારો યુવક પ્રશાંત પટેલ પૂરી કરતો હતો. પરંતુ પ્રશાંત પટેલ અવાર-નવાર લગ્નની માંગણી કરતા નીતા પટેલે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. નીતાએ ગુનો છુપાવવા માટે હત્યાની રાત્રીએ માંદગીનું બહાનું કાઢી ડોકટરી ઈલાજ પણ કરાવ્યો હતો. જેથી ગુના સામે બચી શકાય…

પોલિસે આ હત્યાનો પર્દાફાશ કરીને મામી ભાણેજની ધરપકડ કરી હતી.