Gujarat Visit/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર આવી પહોચ્યા,લિંબાયતમાં PMનો ભવ્ય રોડ શો

ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીનું સુરત હવાઈમથકે ભાવભર્યું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કર્યું હતું.

Top Stories Gujarat
18 4 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર આવી પહોચ્યા,લિંબાયતમાં PMનો ભવ્ય રોડ શો
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ આવી પહોંચ્યા.
  • લિંબાયતમાં PMનો ભવ્ય રોડ શો.
  • આસ્તિક સ્કૂલથી નીલગીરી સર્કલ સુધી 2.70 કિલોમીટરના રૂટ પર મેગા રોડ શો.
  • વડાપ્રધાન નીલગીરી સર્કલ ડોમ પર વિશાળ સભાને સંબોધન કરશે.
  • સુરતને 3,400 કરોડથી વધુના પ્રોજેક્ટની ભેટ આપશે

વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીનું સુરત હવાઈમથકે ભાવભર્યું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસની શરુઆત  ગોડાદરાથી લિંબાયત સુધી રોડ શૉ થી થશે.  રોડ શૉના રૂટ પર સુરત પોલીસ ડ્રોન કેમેરાથી નજર રાખશે. રોડ શૉ બાદ તેઓ નિલગીરી ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભા સંબોધશે..વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં સવારે 11 વાગ્યે 3400 કરોડ રૂ. કરતાં વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. તેમાં પાણી પુરવઠા, ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, ડ્રીમ સિટી, બાયોડાયવર્સિટી પાર્ક અને અન્ય વિકાસ કાર્યો જેવા કે જાહેર માળખાકીય સુવિધા, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ,બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.

 વડાપ્રધાન મોદી  ડો.હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધી 87 હેક્ટરથી વધુ વિસ્તારમાં બનેલા જૈવવિવિધતા પાર્કનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે ખોજ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરશે. બાળકો માટે બનેલ, મ્યુઝિયમમાં ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, પૂછપરછ-આધારિત પ્રવૃત્તિઓ અને જિજ્ઞાસા-આધારિત સંશોધનો હશે.