Not Set/ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનની માતા પહેલીવાર આવ્યા સામે, જાણો શું કહ્યું ?

ઓસામા બિન લાદેન કે જે દુનિયાનો એક એવો આતંકી જેણે ઘણા બધા દેશોનું જીવવું હરામ કરી નાખ્યું હતું. મોસ્ટ વોન્ટેડ ગણાતો આતંકવાદી ઓસામા બિન લાદેન પોતાના બાળપણમાં શાંત અને શરમાળ સ્વભાવનો હતો. સામાન્ય બાળકોની જેમ એ પણ એની માતાને ખુબ પ્રેમ કરતો હતો. ઓસામા બિન લાદેનની માતા આલિયા ઘાનેમ પહેલી વખત મીડિયા સામે આવ્યા હતા. […]

Top Stories India Trending
4c4618224f1d1818040b462a7470b0b3 મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનની માતા પહેલીવાર આવ્યા સામે, જાણો શું કહ્યું ?

ઓસામા બિન લાદેન કે જે દુનિયાનો એક એવો આતંકી જેણે ઘણા બધા દેશોનું જીવવું હરામ કરી નાખ્યું હતું. મોસ્ટ વોન્ટેડ ગણાતો આતંકવાદી ઓસામા બિન લાદેન પોતાના બાળપણમાં શાંત અને શરમાળ સ્વભાવનો હતો. સામાન્ય બાળકોની જેમ એ પણ એની માતાને ખુબ પ્રેમ કરતો હતો.

ઓસામા બિન લાદેનની માતા આલિયા ઘાનેમ પહેલી વખત મીડિયા સામે આવ્યા હતા. ‘ધ ગાર્ડિયન” ને આપેલા એક ઇન્ટરવ્યુમાં આલિયા ઘાનેમે પોતાના દીકરા ઓસામા લાદેન વિષે ઘણી બધી વાતો કરી હતી, જે માનવામાં આવે તો આજ સુધી કોઈએ સાંભળી નહી હોય.

6108 મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનની માતા પહેલીવાર આવ્યા સામે, જાણો શું કહ્યું ?

આલિયા ઘાનેમે જણાવ્યું હતું કે,

ઓસામાના જન્મ બાદ થોડાક સમયમાં જ ઓસામાના પિતા સાથે એમણે તલાક લઇ લીધો હતો અને એમણે બીજા લગ્ન કરી લીધા હતા. અત્યારે એમનો એક પરિવાર છે, પણ તેઓએ કહ્યું કે, ઓસામા એમની પહેલી સંતાન હતી અને તે બહુ શરમાળ હતો અને ઓસામા એમને ખુબ પ્રેમ કરતા હતો.

જયારે ઓસામા ૨૦ વર્ષની ઉંમરની આસપાસનો હતો ત્યારે તે એકદમ મજબૂત, પ્રેરિત અને પવિત્ર હતો પણ પછીથી તે બદલાઈ ગયો. સાઉદી આરબની જેદ્દાહમાં કિંગ અબ્દુલ્લાજીજ યુનિવર્સીટીમાં ભણતો હતો એ દરમ્યાન ઓસામા કટ્ટરપંથી બની ગયો હતો.

પોતાના દીકરાના બાળપણને યાદ કરતા માતા આલીયાએ જણાવ્યું હતું કે, ‘યુનિવર્સીટીના લોકોએ એને બદલી દીધો. એ સાવ અલગ માણસ બની ગયો. ત્યાં એ અબ્દુલ્લા અજામ નામના એક વ્યક્તિને મળ્યો, જે મુસ્લિમ બ્રધર હુડનો સભ્ય હતો. જેને સાઉદી અરબમાંથી કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ પછી એ ઓસામાનો ધર્મગુરુ બન્યો.

દરેક માતા માટે પોતાનું બાળક સારું જ હોય એમ જણાવતા ઓસામાની માતાએ કહ્યું કે, એ બહુ સારો બાળક હતો જ્યાં સુધી એ આવા લોકોને મળ્યો ન હતો. જે લોકોએ ઓસામાને બ્રેનવોશ કર્યો, એ લોકોને આ કરવા માટે પૈસા મળતા હતા. મેં હંમેશા ઓસામાને આવા લોકોથી દુર રહેવા કહ્યું અને ક્યારેય એને સ્વીકાર્યું નહી.

૧૯૮૦ના દાયકાની શરૂઆતના વર્ષોમાં ઓસામા રુસના કબ્જા વિરુદ્ધ અફઘાનિસ્તાન લડવા પહોચ્યો.

ઓસામાની માતાએ જણાવ્યું કે, ‘શરૂઆતના દિવસોમાં ઓસમાને જે કોઇ પણ મળવા આવતા એ લોકો બધા એનું સન્માન કરતા હતા. શરૂઆતમાં અમને એના પર ગર્વ હતો. સાઉદી સરકાર પણ એની સાથે ઘણા સારા સંબંધ રાખતી હતી અને પછી બધા સામે આવ્યો “ઓસામા ધ મુજાહિદ્દીન”.

આલિયા ઘાનેમને જયારે પૂછવામાં આવ્યું કે શું એમણે ક્યારેય વિચાર્યું હતું કે એમનો દીકરો જેહાદી બનશે? તો એમણે જવાબ આપ્યો કે, “આવું મારા મગજમાં ક્યારેય આવ્યું નથી”.

જયારે એમ પૂછવામાં આવ્યું કે જયારે આ માહિતી એમને મળી ત્યારે એમને કેવું લાગ્યું હતું. તો એમણે કહ્યું કે, “અમે ખુબ દુખી હતા. હું નથી ઇચ્છતી કે આવું કોઈ બીજા સાથે પણ થાય. એણે બધું આ રીતે બરબાદ કેમ કરી દીધું?

માતા ઘાનેમે જણાવ્યું કે, “છેલ્લી વાર એમણે ઓસામા ને ૧૯૯૯માં અફઘાનિસ્તાનમાં જોયો હતો. એ વર્ષે તેઓ બે વખત ઓસામાને મળવા ગયા હતા.

ઓસામાના ભાઈએ જણાવ્યું કે, “૯/૧૧ ને અત્યારે ૧૭ વર્ષ થઇ ગયા છે અને ઘાનેમ હજી સુધી એના માટે પોતાના દીકરાને નહી પરંતુ એની સાથે રહેવાવાળાને દોષી માને છે”.