Not Set/ જસદણ પાસે બાઈકને ટક્કર મારી 2.70 લાખ રોકડ સહીત લાખોના હીરાની લૂંટ

અમદાવાદ: રાજકોટ જિલ્લાના જસદણ-આટકોટ રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીને એક ઝાયલો કાર વડે ટક્કર મારીને કેટલાક અજાણ્યા શખ્સો રૂ. 2.70 લાખની રોકડ રકમ તેમજ લાખોની કિંમતના હીરાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં ગોંડલ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે નાકાબંધી કરીને આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો […]

Top Stories Rajkot Gujarat Trending
Loot જસદણ પાસે બાઈકને ટક્કર મારી 2.70 લાખ રોકડ સહીત લાખોના હીરાની લૂંટ

અમદાવાદ: રાજકોટ જિલ્લાના જસદણ-આટકોટ રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીને એક ઝાયલો કાર વડે ટક્કર મારીને કેટલાક અજાણ્યા શખ્સો રૂ. 2.70 લાખની રોકડ રકમ તેમજ લાખોની કિંમતના હીરાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં ગોંડલ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે નાકાબંધી કરીને આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાના જસદણ ગામે ગાયત્રી મંદિરની સામે આવેલી પટેલ મહેન્દ્રભાઈ અરવિંદભાઈ નામની આંગડિયા પેઢીના સંચાલક વિજય પટેલ અને પી. શૈલેશ આંગડિયા પેઢીના સંચાલક રઘુભાઈ બંને જણા પોતાની આંગડિયા પેઢીનો માલ ભરીને ગુરુવારે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે પોતાની મોટર સાઈકલ પર આટકોટ જઈ રહ્યા હતા. આ સમયે આટકોટ રોડ પર આવેલ ધ્રુવ જિનિંગ નજીક પહોંચ્યા હતા ત્યારે પાછળથી આવેલી એક સફેદ રંગની ઝાયલો કારના ચાલકે આંગડિયા પેઢીના કર્મચારીઓની મોટર સાઈકલને ટક્કર મારી હતી.

કારે ટક્કર મારતા મોટર સાઈકલ સવાર એવા આંગડિયા પેઢીના બંને સંચાલકો રોડ પર પટકાયા હતા. આ દરમિયાનમાં કારમાંથી એક અજાણ્યો શખ્સ નીચે ઉતાર્યો હતો અને આંગડિયા પેઢીના સંચાલકો p[પાસે રહેલો થેલો ઝુંટવીને નાસી ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં જસદણ અને આટકોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ દરમિયાનમાં પોલીસને આંગડિયા પેઢી પટેલ મહેન્દ્રભાઈ અરવિંદભાઈ પેઢીના સંચાલક વિજય પટેલે જણાવ્યું હતું કે, કાર લઈને આવેલા શખ્સો થેલાની લૂંટ ચલાવીને આટકોટ તરફ નાસી ગયા હતા. તેમના થેલામાં રૂ. 2.70 લાખની રોકડ રકમ તેમજ 33 નંગ હીરાના પાર્સલ હોવાનું જણાવ્યું હતું. આ થેલો સુરત પહોંચાડવાનો હોવાનું પણ જણાવ્યું હતું.

આ ઘટનામાં ઈજા પામેલા બંને મોટર સાઈકલ સવારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતાં ગોંડલ ડીવાયએસપી, જસદણ પોલીસ, આટકોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.  જો કે આ ઘટના જસદણ પોલીસની હદમાં બની છે કે આટકોટ પોલીસની હદમાં બની છે તે અંગે પોલીસ અવઢવમાં છે.