Not Set/ તહેવારોને ધ્યાનમાં રાખી વિવિધ ફરાળી લોટનું વેચાણ કરતાં વિક્રેતાને ત્યાં દરોડા

સુરત, હિન્દુ ધર્મનો પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ત્યારે  શહેરમાં અનેક દુકાનોમાં ફરાળી લોટનું વેચાણ કરવામાં આવે છે, ત્યારે ઘણાખરા વિક્રેતાઓ ભેળસેળ વાળો લોટનું વેચાણ કરતા હોય છે જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સુરતનાં સલાબતપુરા વિસ્તારમા ફરાળી લોટનું વેચાણ કરતા વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા […]

Gujarat Surat Trending Videos
dfs 12 તહેવારોને ધ્યાનમાં રાખી વિવિધ ફરાળી લોટનું વેચાણ કરતાં વિક્રેતાને ત્યાં દરોડા

સુરત,

હિન્દુ ધર્મનો પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ત્યારે  શહેરમાં અનેક દુકાનોમાં ફરાળી લોટનું વેચાણ કરવામાં આવે છે, ત્યારે ઘણાખરા વિક્રેતાઓ ભેળસેળ વાળો લોટનું વેચાણ કરતા હોય છે જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સુરતનાં સલાબતપુરા વિસ્તારમા ફરાળી લોટનું વેચાણ કરતા વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કેટલાક ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

સુરતના અલગ અલગ વિસ્તારોમાં નકલી ફરાલી લોટના વેચાણાની માહિતી મળતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડ્વામાં આવ્યા હતા.

પ્રાથમિક ચકાસણીમાં લોટમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ જણાઈ આવી નહોતી. પરંતુ તેની વધુ તપાસ માટે તંત્ર દ્વારા સેમ્પલ લઈ તેને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, શ્રાવણ માસ નજીક આવતા ફરાળી વસ્તુઓ લોકો મોટે પાયે ખરીદતા હોય છે અને તેને કારણે તેવી વસ્તુઓમાં કેટલાક વેપારીઓ ભેળસેળ કરતા હોય છે. જે લોકોના ઓરોગ્ય માટે જોખમી સાબિત થતું હોય છે.