sabarmati riverfront/ આયેશાના આપઘાત બાદ સરકારનો નિર્ણય, અમદાવાદમાં મહિલાઓ માટે રિવરફ્રન્ટ પર હવે ગોઠવાશે થ્રી-લેયર સુરક્ષા

અમદાવાદમાં રહેતી આયેશાએ દહેજ મુદ્દે વીડિયો બનાવી રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું હતું. આયેશાના વીડિયોએ ભલભલાં પથ્થરદિલ માનવીનું હૃદય પણ પીગળાવી દીધું હતું. તેવામાં આયેશાના આપઘાત બાદ હવે અમદાવાદ પોલીસે સાબરમતી રિવરફ્રન્ટ પર આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કર્યો છે. કોઈ આયેશા સાબરમતીમાં પડતું મૂકીને […]

Top Stories Ahmedabad Gujarat
sabarmati river side આયેશાના આપઘાત બાદ સરકારનો નિર્ણય, અમદાવાદમાં મહિલાઓ માટે રિવરફ્રન્ટ પર હવે ગોઠવાશે થ્રી-લેયર સુરક્ષા

અમદાવાદમાં રહેતી આયેશાએ દહેજ મુદ્દે વીડિયો બનાવી રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું હતું. આયેશાના વીડિયોએ ભલભલાં પથ્થરદિલ માનવીનું હૃદય પણ પીગળાવી દીધું હતું. તેવામાં આયેશાના આપઘાત બાદ હવે અમદાવાદ પોલીસે સાબરમતી રિવરફ્રન્ટ પર આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કર્યો છે.

કોઈ આયેશા સાબરમતીમાં પડતું મૂકીને આપઘાત ન કરે તે માટે રાજ્ય સરકાર અને પોલીસે રિવરફ્રન્ટ પર થ્રી લેયર સુરક્ષાની યોજના ઘડી છે. નદીમાં પડતું મુકતી કોઈ પણ વ્યક્તિને બચાવવા માટે સ્પીડબોટ, રિવર ફ્રન્ટના વોક વે પર 15 સ્કૂટર અને 2 ગોલ્ફ કાર્ટથી મહિલા પોલીસ 24 કલાક પેટ્રોલિંગ કરશે. 13 કિમીના રિવરફ્રન્ટ પર બંને બાજુ દર સવા કિમીના અંતરે 1 પોલીસ ચોકી રહેશે. છેલ્લા 2 વર્ષમાં નદીમાં 31 મહિલાએ પડતું મૂક્યું છે. તેમજ રિવરફ્રન્ટ પર યુવતી-મહિલાઓની છેડતીના બનાવો વધતા રાજ્ય સરકારે રિવરફ્રન્ટ પર થ્રી લેયર સુરક્ષાના ભાગરૂપે 13 કિમી લાંબા નદીપટમાં બંને બાજુ મળી 20 ચોકી બનાવશે.

sabarmati riverfront આયેશાના આપઘાત બાદ સરકારનો નિર્ણય, અમદાવાદમાં મહિલાઓ માટે રિવરફ્રન્ટ પર હવે ગોઠવાશે થ્રી-લેયર સુરક્ષા

સાબરમતી રિવરફ્રન્ટ 13 કિ.મી. લાંબો હોઇ, બંને બાજુ 250 કરતાં વધુ સીસીટીવી કેમેરા લગાવાશે. આ કેમેરા ફેસ સ્કેનિંગવાળા હશે. તમામ કેમેરાનું મોનિટરિંગ રિવરફ્રન્ટ પરની જ પોલીસ ચોકીમાંથી થશે. જેના આધારે કોઇ વ્યક્તિનો ફોટો કંટ્રોલ રૂમની મોનિટરિંગ સિસ્ટમમાં નખાશે તો તે રિવરફ્રન્ટ ઉપર આવ્યો હશે તો તેનું લોકેશન કેમેરા શોધી કાઢશે.

હાલમાં રિવરફ્રન્ટ ઉપર 1 સ્પીડ બોટ છે. જેની મદદથી નદીમાં ડુબી રહેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. જો કે નવા પ્રોજેકટ અનુસાર વધુ 2 સ્પીડ બોટ પોલીસને આપવામાં આવશે. જેમાં ડુબતા વ્યક્તિને બચાવવા માટે તરવૈયાઓની સાથે પોલીસ કર્મચારીઓ પણ તહેનાત રહેશે.

અમદાવાદની તમામ ટેક્સી – કેબ તેમજ રિક્ષાઓ ઉપર પોલીસ કયુઆર કોડ મૂકશે અને રેકોર્ડ પોલીસ કંટ્રોલ રૂમ પાસે રહેશે. આ સાથે શહેર પોલીસ એક વેબ સાઈટ લોન્ચ કરશે. જે મહિલાએ મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવાની રહેશે. જ્યારે મહિલા પેસેન્જર ટેક્સી, કેબ, રિક્ષામાં બેસે તે પહેલાં મોબાઈલ ફોનમાં કયુઆર કોડ સ્કેન કરશે તો તે મહિલા કયા વાહનમાં ક્યાં મુસાફરી કરી રહી છે તે પણ પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠા -બેઠા જાણી શકશે.