Not Set/ નોઈડાની ઝૂંપડપટ્ટીમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી આગ, બે બાળકોના મોત

નોઈડાના ફેઝ -3 પોલીસ સ્ટેશન હેઠળ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગમાં 2 બાળકોનાં મોત નીપજ્યાં છે. નોઈડાના સેક્ટર 63 ના બહલોલપુર ગામમાં ઝૂંપડપટ્ટીમાં આગ ભભૂકી ઉઠી હતી.

Top Stories India
A 150 નોઈડાની ઝૂંપડપટ્ટીમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી આગ, બે બાળકોના મોત

નોઈડાના ફેઝ -3 પોલીસ સ્ટેશન હેઠળ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગમાં 2 બાળકોનાં મોત નીપજ્યાં છે. નોઈડાના સેક્ટર 63 ના બહલોલપુર ગામમાં ઝૂંપડપટ્ટીમાં આગ ભભૂકી ઉઠી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિલિન્ડરના વિસ્ફોટના કારણે ઝૂંપડપટ્ટીમાં આગ લાગી છે. ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની અનેક વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. બહલોલપુર ટાઉનશીપમાં લાગેલી આગને કારણે આકાશમાં કાળો ધુમાડો ફેલાયો હતો, જે દૂર દૂર સુધી જોવાઈ શકાય છે.

Noida Massive Fire

મળતી માહિતી મુજબ આ વિસ્તાર 20 વીઘામાં ફેલાયેલો છે. અહીં 1600 થી વધુ ઝૂંપડપટ્ટીઓ છે, જેમાં છ હજારથી વધુ લોકો વસે છે. અહીં રહેતા મોટાભાગના લોકો પ્લાસ્ટિક બનાવવાનું કામ કરે છે.સિલિન્ડર ફાટવાના કારણે ઝૂંપડીમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ નજીકની ઝૂંપડીઓમાં ભરાઈ ગઈ, ત્યારબાદ ઘણા વધુ સિલિન્ડર પણ ફાટ્યા અને આગ વધુ વકરી ગઈ હતી.

આ પણ વાંચો :મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા અમિત શાહે, પૂછ્યું- દીદીનું ભાષણ 4 લોકોનાં મોત માટે જવાબદાર નથી?

Noida Fire

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું – આમ ખાના ઠીક થા, આમ જન કો તો છોડ દેતે!

આ પણ વાંચો :મધ્ય પ્રદેશના શહડોલમાં 3.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકા, લોકોમાં છવાયો ભય