જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજો અને હવાલા ફંડિંગ રોકવા માટે સરકાર ફરી એકવાર સક્રિય થઇ ગઈ છે. આ સંબંધે ગૃહ મંત્રાલયમાં એક મહત્વની બેઠક પણ થઇ છે. ગૃહ સચિવની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં એનઆઈએના ડીજી વાય સી મોદી સહીત ઇડીના ડીજી કરનૈલ સિંહ અને કાશ્મીર મામલાઓના અધિકારીએ પણ ભાગ લીધો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ કાશ્મીરમાં હવાલા ફંડિંગ, ટેરર ફંડિંગ અને પથ્થરબાજો વિરુદ્ધ એનઆઈએ પહેલાથી જ તપાસ કરી રહી છે. એનઆઈએ દ્વારા ઘણાં પથ્થરબાજો વિરુદ્ધ કેસ કરવામાં આયા હતા. પરંતુ બાદમાં મહેબૂબા મુફ્તી સરકારના દબાણના કારણે સેંકડો પથ્થરબાજો સામેના કેસ પાછા લઇ લેવામાં આવ્યા હતા.
એનઆઈએની હવાલા ફંડિંગ અને ટેરર ફંડિંગ માટેની તપાસ કરવાની ઝડપ પણ ધીમી પડી ગઈ હતી. પરંત સુત્રોનું માનીએ તો રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ ફરી એક વાર કેન્દ્ર સરકાર સખત થઇ ગઈ છે. આ જ કારણે પથ્થરબાજોના રિંગ લીડર્સ, ટેરર ફંડિંગ અને હવાલા ફંડિંગ સાથે જોડાયેલા નામો પર શિકંજો કસવાનો વિચાર કરી રહી છે.
ઉપરાંત સુરક્ષાદળોને કહેવામાં આવ્યું છે કે તેઓ કાશ્મીરમાં રહેલા આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન તેજ કરે. જયારે એનઆઈએની તપાસ ઝડપ વધારવાનો ફેસલો કરવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની સમસ્યાથી લડવા માટે સુરક્ષા એજન્સીઓ ત્રણ પરિમાણો પર કામ કરી રહી છે. એક તરફ ઓપરેશન ઓલ આઉટ દ્વારા આતંકીઓનો ખાત્મો કરવામાં આવી રહ્યો છે.
એનઆઈએ અને ઇડી સીમા પારથી આવતા આર્થિક સ્રોતો અને આતંકના વ્યાપારીઓ પર લગામ લગાવવામાં આવી રહી છે. હુર્રિયતના નેતાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
રાજ્યપાલ શાસન દરમિયાન સામાજિક પક્ષના બધા વર્ગો સાથે વાત-ચિત કરવા માટે ઇન્ટરલોક્યુંટર કામ કરશે.