Not Set/ શેરબજારમાં મચ્યો કોહરામ, સેન્સેક્સમાં પડ્યો ૫૭૨ પોઈન્ટનો કડાકો

મુંબઈ, ભારતીય શેરબજારોમાં ગુરુવારે મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ BSE ઇન્ડેક્સ પર ૫૭૨ પોઈન્ટ તૂટીને ૩૫,૩૧૨ના સ્તર પર બંધ થયો છે. જયારે નિફ્ટીમાં પણ ૧૮૧ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને તે ૧૦,૬૦૦ના સ્તર પર આવી ગયો છે. શેરબજારોમાં સતત ત્રીજા દિવસે આ ઘટાડો જોવા મળી રહ્યો છે, જો કે આ પહેલા સતત ૬ […]

Top Stories Trending Business
Sensex BSE 2017 1 1 1 શેરબજારમાં મચ્યો કોહરામ, સેન્સેક્સમાં પડ્યો ૫૭૨ પોઈન્ટનો કડાકો

મુંબઈ,

ભારતીય શેરબજારોમાં ગુરુવારે મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ BSE ઇન્ડેક્સ પર ૫૭૨ પોઈન્ટ તૂટીને ૩૫,૩૧૨ના સ્તર પર બંધ થયો છે. જયારે નિફ્ટીમાં પણ ૧૮૧ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને તે ૧૦,૬૦૦ના સ્તર પર આવી ગયો છે.

Related image

શેરબજારોમાં સતત ત્રીજા દિવસે આ ઘટાડો જોવા મળી રહ્યો છે, જો કે આ પહેલા સતત ૬ દિવસ બજારમાં તેજી જોવા મળી હતી.

શું છે મુખ્ય કારણ ?

છેલ્લા ૩ દિવસથી શેરબજારોમાં જોવા મળી રહેલા ઘટાડાની વાત કરવામાં આવે તો, આ કડાકાનું મુખ્ય કારણ OPEC મિટિંગમાં આવનારા પરિણામો છે.

આ ઉપરાંત  ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચ દ્વારા ભારતની GDP ગ્રોથનું અનુમાન ૭.૪ % થી ઘટાડીને ૭.૨ % સુધી કરી નાખ્યું છે. સાથે સાથે ભારતીય રૂપિયો પણ અમેરિકી ડોલર સામે ગગડ્યો છે. ગુરુવારે રૂપિયો ૭૦.૭૯ પ્રતિ ડોલર પર ખુલ્યો હતો.