શ્રીનગરના સરાફ કદમ વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો છે. આ હુમલો પોલીસ ટીમને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસ કર્મચારી અને એક નાગરિક ઘાયલ થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ હુમલાખોરોની શોધમાં વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
હુમલાની પુષ્ટિ કરતા કાશ્મીર ઝોન પોલીસના આઈજી વિજય કુમારે કહ્યું કે એક પોલીસ કર્મચારી અને એક નાગરિક ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની સાથે હુમલાખોરોની શોધમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે