Not Set/ અમદાવાદ/ રોગચાળાની રોકથામ, સાયન્સ સિટી અને દુરદર્શન કેન્દ્રમાં મળ્યા મચ્છરોના બ્રીડીંગ

આ વર્ષે કારતક મહિનામાં સુધી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. અને પરિણામ સ્વરૂપ ચારેબાજુ ભરાયેલા વરસાદી પાણી એ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને આમંત્રણ આપ્યું છે. અને પરિણામ અપની સામે જ છે, ચારેબાજુ ફેલાયેલો રોગચાળો… તંત્ર દ્વારા વખતો વખ્તો આ રોગચાળાને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ મ્યુનીસીપલ હેલ્થ વિભાગે શહેરની વિવધ […]

Top Stories Ahmedabad Gujarat
mosquito breeding 0 અમદાવાદ/ રોગચાળાની રોકથામ, સાયન્સ સિટી અને દુરદર્શન કેન્દ્રમાં મળ્યા મચ્છરોના બ્રીડીંગ

આ વર્ષે કારતક મહિનામાં સુધી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. અને પરિણામ સ્વરૂપ ચારેબાજુ ભરાયેલા વરસાદી પાણી એ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને આમંત્રણ આપ્યું છે. અને પરિણામ અપની સામે જ છે, ચારેબાજુ ફેલાયેલો રોગચાળો… તંત્ર દ્વારા વખતો વખ્તો આ રોગચાળાને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ મ્યુનીસીપલ હેલ્થ વિભાગે શહેરની વિવધ જગ્યાઓ પર મચ્છરોના બ્રીડીંગ અંગે તપાસ હાથ ધરી હતી.

જેમાં શહેરમાં આવેલા વિવિધ હોસ્પિટલ, રેસ્ટોરેન્ટ, મોલ, મલ્ટીપ્લેક્ષ, અને અન્ય જાહેર સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ ૭૮૧ જગ્યાઓ પર સર્વે હાથ ધરાયો હતો. જેમાંથી ૧૨૦ ને નોટીસ આપી હતી. અને ૪.૩૭ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

દુરદર્શન અને સાયન્સ સિટી ખાતે પણ ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યાં મચ્છરના બ્રીડીંગ મળી આવ્યા હતા. બંનેને 10,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિરાટનગર સરદાર મોલ ના પાર્કિંગ માં પણ મચ્છરનું બ્રીડીંગ મળી આવ્યું હતું. આખું કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સાબરમતી ખાતે આવેલ સૃષ્ટિ આર્કેડ, રણજીત બિલ્ડકોન –બાપુનગર, હોટેલ જીંજર –થલતેજ, ગુજરાત ફાઉન્ડ્રી-રામોલ, બજરંગી નર્સરી-થલતેજ, પશુપાલન ભવન-સરખેજ, દીવા હોસ્પિટલ –પાલડી, એપોલો સિટી હોસ્પિટલ- પાલડી, અમુલ ગાર્ડન-ઘાટલોડિયા, વિગેરે ને પણ દંડ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.