Accident/ ધુમ્મસની ચાદરના કારણે યમુના એક્સપ્રેસ વે પર સર્જાયો અકસ્માત, 12 લોકો ઘાયલ

અકસ્માતમાં ડબલ ડેકર બસને પણ નુકસાન થયું છે અને 12 થી વધુ લોકો ઘાયલ થયા છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

India
a 134 ધુમ્મસની ચાદરના કારણે યમુના એક્સપ્રેસ વે પર સર્જાયો અકસ્માત, 12 લોકો ઘાયલ

શનિવારે રાજધાની દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે ગ્રેટર નોઇડામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ગ્રેટર નોઇડા ગ્રેનોમાં ગાઢ ધુમ્મસને કારણે યમુના એક્સપ્રેસ વે પર અડધો ડઝન વાહનો ટકરાયા હતા. એક પછી એક વાહન ટકરાતા અફરાતફરી પછી ગઈ હતી.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ડબલ ડેકર બસને પણ નુકસાન થયું છે અને 12 થી વધુ લોકો ઘાયલ થયા છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાલ ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કેસ ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વેના દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

શનિવાર સવારથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના અડીને આવેલા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ હતું. કેટલાક સ્થળોએ દૃશ્યતા 50 મીટરથી ઓછી હતી. આવી સ્થિતિમાં, ગ્રેટર નોઈડામાં ઓછી દૃશ્યતાને કારણે વાહનો એક બીજા સાથે ટકરાયા હતા. આ અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા છે.

કન્નૌજમાં માર્ગ અકસ્માતમાં 6 લોકોનાં મોત

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક જ પરિવાર સાથે જોડાયેલા 6 લોકોના ભયાનક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યાં છે. આ ઘટના લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર બની હતી, ત્યારે એક પાછળથી એક હાઇ સ્પીડ કાર ટ્રકને ટકરાઈ હતી. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો એક જ પરિવારના હતા અને તેઓ મહેંદીપુર બાલાજા દર્શન કરવા જઈ રહ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ