Political/ રાજસ્થાનમાં રાજકીય ઘમાસાન ગુજરાત કોંગ્રેસ માટે નુકશાનકારક,પાર્ટીમાં જૂથવાદ માથાનો દુખાવો

રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ ડામાડોળ થતા તેની સીધી અસર  ગુજરાત ચૂંટણી પર પડશે તે વાત નકારી શકાય તેમ નથી. 

Top Stories Gujarat
11 27 રાજસ્થાનમાં રાજકીય ઘમાસાન ગુજરાત કોંગ્રેસ માટે નુકશાનકારક,પાર્ટીમાં જૂથવાદ માથાનો દુખાવો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે. ગુજરાતમાં કોંગ્રેસ  ચૂંટણી જીતવા માટે કોઇ કસર છોડવા માંગતી નથી, હાલ રાજ્યમાં પ્રચાર માધ્યમ અને ડોર ટુ ડોર માર્કેટિગ કરી રહી છે. રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર જાહેર કરેલા 8 વચનોને લઇને પ્રચાર તેજ કર્યો છે.રાજ્યમાં કોંગ્રેસ 27 વર્ષ બાદ સત્તા મળે તે માટે રણનીતિ પર કામે લાગી છે. જે અંતર્ગત પહેલી યાદી પણ લગભગ તૈયાર થઇ ગઇ છે, અને 10 ઓકટોબરે જાહેર કરશે તેવી શક્યતા છે.કોંગ્રેસના રાષ્ટ્રીય મહા સસિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવીને નવરાત્રી પર્વ પર ગરબે ઘૂમશે સાથે એક ભવ્ય રોડ શો કરવાના છે.ગુજરાતમાં કોંગ્રેસે પ્રચાર માધ્યમ તેજ કર્યો છે. ગુજરાતના પ્રભારી રઘુ શર્મા છે અને ઓબઝર્વ તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત છે.ચૂંટણી જીતવાની  રણનીતી પર અસરકારક કામ કરી રહ્યા છે પરતું કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં અશોક ગહેલોત મેદાનમાં ઉતરવાના છે જેના લીધે રાજકારણ ગરમાયું છે,જેના લીધે રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ ગેહેલોતે છોડવુ પડશે, કોંગ્રેસ હાઇકમાન સચિન પાયલોટને મુખ્યમંત્રી તરીકે પ્રથમ પસંદગી છે પરતું આ મામલે ગહેલોત જૂથ પાયલોટને સ્વીકરાવા તૈયાર નથી. જેના લીધે હવે પરિસ્થિતિ પેચીદી બની છે.રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ ડામાડોળ થતા તેની સીધી અસર  ગુજરાત ચૂંટણી પર પડશે તે વાત નકારી શકાય તેમ નથી.

ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને મુખ્યમંત્રી અશોક ગહેલોત બંને રાજસ્થાનના છે તેથી હાલ મુખ્યમંત્રી પદને લઇને રાજસ્થાનમાં ઘમાસાન ચાલી રહ્યો છે. કોંગ્રેસ હાઇકમાનની પહેલી પસંદ સચિન પાયલોટ હોવાથી ગહેલોત જૂથમાં ભારે નારાજગી વકરી છે અને સ્પીકર સીપી જોષીને 92 ધારાસભ્યોએ રાજીનામુ આપ્યાના સમાચાર સામે આવ્યા છે, જેના લીધે હાઇકમાન ખુબ નારાજ છે અને આ પરિસ્થિતને ઉકેલવા માટે તાબડતોબ બેઠક કરીને બે દિગ્ગજ નેતા અજ્ય માકને અને અર્જુન ખડપગે ને રાજસ્થાન મોકલ્યા હતા. રાજસ્થાનની પરિસ્થિતિ વણ ઉકેલાઇ છે, બંને નેતાઓએ વન ટુ વન ધારાસભ્યો સાથે વાત કરી પણ કોઇ સમાધાન નીકળ્યો નથી,જેના લીધે હવે રાજસ્થામાં પરિસ્થિતિની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના પ્રભારી રઘુ શર્માી અને મુખ્યમંત્રી અશોક ગહેલોત રાજસ્થાનની સ્થિતિને થાળે પાડવા કામે લાગશે કે આગામી ગુજરાતની ચૂંટણી જીતવાની રણનીતિ પર કામ કરશે, હાલ તો રાજસ્થાનની રાજ્કીય ઘમાસાન ગુજરાત માટે નુકશાનકારક છે.

કોગ્રેસમાં રાષ્ટ્રીય સ્તર પર જૂથવાદ હોવાથી પાર્ટીમાં શિસ્ત જોવા મળતી નથી અને હાઇકમાન વિરૂદ્વ કામ કરે છે જેના લીધે કોંગ્રેસને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડે છે. જૂથવાદ કોંગ્રેસ માટે માથાનો દુખાવો છે. હાલ સ્થિતિ જૂથવાદના લીધે વધારે વકરી રહી છે.

કોંગ્રેસમાંથી ધારાસભ્યો પક્ષ પલટો કરી રહ્યા છે અને પાર્ટીને છોડી રહ્યા છે તે વાત સામાન્ય બની છે. ગુજરાતમાં પણ અનેક કોંગ્રેસના ધારાસભ્યો સહિત નામાંકિત નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસની સ્થિતિ કફોડી છે,એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ છે, ગોવામાં પણ ધારાસભ્યોએ ભાજપના કેસરિયા ધારણ કર્યા છે. ઓલ ઓવર ગુજરાતની ચૂંટણી પર આની સીધી અસર થશે. અને પરિણામ પ્રભાવિત થાય તો નવાઇ પામવા જવું નથી.