શ્રદ્ધાંજલિ/ PM મોદીએ અરવિંદ ત્રિવેદીના નિધન પર વ્યક્ત કર્યો શોક, નટુકાકાને પણ પાઠવી શ્રદ્ધાંજલિ

અરવિંદ ત્રિવેદીના નિધન પર ફિલ્મ અને ટીવી જગતની હસ્તીઓ તરફથી શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સાથે દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો.

Top Stories Entertainment
અરવિંદ ત્રિવેદીના નિધન

રામાનંદ સાગરની પ્રખ્યાત સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વય નિધન થયું છે. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની છવાઈ ગયો છે. જણાવીએ કે તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ગઈ કાલે રાત્રે હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. અભિનેતા અરુણ ગોવિલ, દીપિકા ચીખલિયા અને સુનીલ લહેરી સહિત અરવિંદ ત્રિવેદીના નિધન પર ફિલ્મ અને ટીવી જગતની હસ્તીઓ તરફથી શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સાથે દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પણ અરવિંદ ત્રિવેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી આજે જશે લખીમપુર, યોગી સરકાર તરફથી નથી મળી પરવાનગી

અરવિંદ ત્રિવેદી સાથે પોતાની એક તસવીર શેર કરતા પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું કે, “આપણે શ્રી અરવિંદ ત્રિવેદીને ગુમાવ્યા છે, જે માત્ર એક અસાધારણ અભિનેતા જ નહોતા પણ જનસેવા માટે પણ ઉત્સાહી હતા. ભારતની પેઢીઓ, તેમને રામાયણ ટીવી સિરિયલમાં તેમના કામ માટે યાદ કરવામાં આવશે.

અરવિંદ ત્રિવેદીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે, પીએમ મોદીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટ્ટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયકને પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે, જેમનું કેન્સરને કારણે સોમવારે નિધન થયું હતું.

આ પણ વાંચો :રામાયણમાં રાવણનો દમદાર અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીએ દુનિયાને કહ્યુ અલવિદા

ઘનશ્યામ નાયકની જૂની તસવીર શેર કરતા પીએમ મોદીએ લખ્યું, ‘છેલ્લા કેટલાક દિવસોમાં અમે બે પ્રતિભાશાળી અભિનેતાઓ ગુમાવ્યા છે જેમણે તેમના કામથી લોકોનું દિલ જીતી લીધું છે. શ્રી ઘનશ્યામ નાયકને તેમની બહુમુખી ભૂમિકાઓ માટે યાદ કરવામાં આવશે, ખાસ કરીને લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં. તે અત્યંત દયાળુ અને નમ્ર પણ હતા.

આપણે જણાવી દઈએ કે અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં થયો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી હતી. અરવિંદ ત્રિવેદીએ ઓછામાં ઓછી 300 હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ સિવાય અભિનેતાને ભાજપ તરફથી લોકસભા ચૂંટણી માટે ટિકિટ પણ આપવામાં આવી હતી. તેમણે માત્ર ગુજરાતના સાબરકાંઠાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ન હતી, પરંતુ રાવણના પૌરાણિક પાત્રની સફળતાના બળ પર તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. તેઓ 1991 થી 1996 સુધી લોકસભા સાંસદ હતા.

આ પણ વાંચો :ભેંસનું દૂધ દોહતી નેહા કક્કરનો વીડિયો વાયરલ, ચાહકોએ કહ્યું આવું..

જણાવી દઈએ કે, અરવિંદ ત્રિવેદી મૂળ ઈડરના કુકડિયા ગામના વતની હતા. તેમના મોટાભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હતા. ‘રાવણ’નો રોલ ભજવીને ખ્યાતિ મેળવનારા અરવિંદ ત્રિવેદી અસલ જીવનમાં પ્રખર રામભક્ત હતા. તેમણે મોરારિ બાપુના હસ્તે પોતાના ઘરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની સ્થાપના કરાવી હતી.

કોરોનાના લોકડાઉન દરમિયાન ટેલિવિઝન પર ફરીથી રામાયણ શોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. જોકે અરવિંદ ત્રિવેદી ઘણા લાંબા સમયથી બીમાર હોવાથી તેમના મૃત્યુની અફવા પણ ઉડી હતી.

આ પણ વાંચો :ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટના પિતાએ તોડ્યું મૌન, કહ્યું – બંને નિર્દોષ છે…