IPL 2021/ આ ખેલાડીની ઈજા BCCI માટેે બન્યુ Tension નું કારણ, ઈન્જેક્શન લીધા વિના નથી કરી શકતો બોલિંગ

આગામી T20 વર્લ્ડકપમાં વરુણ ચક્રવર્તીને ભારતનાં મુખ્ય બોલર તરીકે જોવામાં આવે છે પરંતુ BCCI ની મેડિકલ ટીમે તમિલનાડુનાં આ ખાસ સ્પિનર ​​પર સખત મહેનત કરવી પડશે.

Sports
11 87 આ ખેલાડીની ઈજા BCCI માટેે બન્યુ Tension નું કારણ, ઈન્જેક્શન લીધા વિના નથી કરી શકતો બોલિંગ

આગામી ટી 20 વર્લ્ડ કપમાં વરુણ ચક્રવર્તીને ભારતના મુખ્ય બોલર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ બીસીસીઆઈની મેડિકલ ટીમે તમિલનાડુના કાંડા સ્પિનર ​​પર સખત મહેનત કરવી પડશે, જેમના ઘૂંટણ સંપૂર્ણપણે સાજા થયા નથી. 10 ઓક્ટોબર સુધી ભારતીય ટીમમાં ફેરફાર કરી શકાય છે પરંતુ ઘૂંટણની સમસ્યા હોવા છતાં વરુણની બોલિંગને ધ્યાનમાં રાખીને તે રમવાનું નિશ્ચિત છે.

11 88 આ ખેલાડીની ઈજા BCCI માટેે બન્યુ Tension નું કારણ, ઈન્જેક્શન લીધા વિના નથી કરી શકતો બોલિંગ

આ પણ વાંચો – IPL 2021 / મુંબઈની ટીમે માત્ર 8.2 ઓવરમાં રાજસ્થાનને હરાવી Playoff માં આવવાની આશા રાખી જીવંત

IPL 2021 પૂર્ણ થયા બાદ ક્રિકેટ રસીયાઓ માટે T20 વર્લ્ડકપ આવી રહ્યો છે. જેમા ભારતનાં ખેલાડીઓ અને ખાસ કરીને યુવા ચહેરાઓ પર સૌથી વધુ નજર રહેશે. જો કે આ વચ્ચે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, આગામી T20 વર્લ્ડકપમાં વરુણ ચક્રવર્તીને ભારતનાં મુખ્ય બોલર તરીકે જોવામાં આવે છે પરંતુ BCCI ની મેડિકલ ટીમે તમિલનાડુનાં આ ખાસ સ્પિનર ​​પર સખત મહેનત કરવી પડશે, જેના ઘૂંટણ હજુ સંપૂર્ણપણે ઠીક થયા નથી. 10 ઓક્ટોબર સુધી ભારતીય ટીમમાં ફેરફાર કરી શકાય છે, પરંતુ ઘૂંટણની સમસ્યા હોવા છતાં વરુણની બોલિંગને ધ્યાનમાં રાખીને તે રમવાનું નિશ્ચિત છે. બોર્ડનાં એક સૂત્રએ જણાવ્યું કે, “વરુણનાં ઘૂંટણ બહુ સારી હાલતમાં નથી. તેને હજુ પણ ઘણો દુખાવવો થાય છે પરંતુ જો તે T20 વર્લ્ડકપ ન હોત તો ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને રમાડવાનું જોખમ ન લેત. તે પછી રિહેબ પર વિચાર કરવામાં આવશે.

11 89 આ ખેલાડીની ઈજા BCCI માટેે બન્યુ Tension નું કારણ, ઈન્જેક્શન લીધા વિના નથી કરી શકતો બોલિંગ

આ પણ વાંચો – Sports / ઈંગ્લેન્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો આંચકો, સ્ટાર ઓલરાઉન્ડર IPL 2021 અને T 20 વર્લ્ડ કપમાંથી બહાર

વરુણ ચક્રવર્તીએે અત્યાર સુધીમાં IPL માં 6.73 ની ઈકોનોમીથી 13 મેચમાં 15 વિકેટ લીધી છે. સૂત્રએ કહ્યું, “KKR નાં સપોર્ટ સ્ટાફે વરુણ માટે વિસ્તૃત ફિટનેસ કાર્યક્રમ તૈયાર કર્યો છે. તેને પેઇનકિલિંગ ઈન્જેક્શન પણ આપવામાં આવી રહ્યા છે જેથી તે ચાર ઓવર ફેંકી શકે. આ ઈન્જેકશનથી દુખાવામાં રાહત મળે છે. તેનું દર્દ ટીવી પર દેખાતું નથી પરંતુ જ્યારે તે બોલિંગ કરતો નથી ત્યારે તેને ખૂબ દુખવો થાય છે.