આરોપ/ પાકિસ્તાનનો બફાટ, ન્યુઝીલેન્ડની ટીમને ભારતે મોકલી હતી હુમલાની ધમકી

ન્યુઝીલેન્ડની ટીમે સુરક્ષાને કારણે 18 વર્ષ બાદ પોતાનો પ્રથમ પ્રવાસ રદ કર્યો હતો અને પાકિસ્તાને હવે તેના માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે.

Top Stories Sports
11 162 પાકિસ્તાનનો બફાટ, ન્યુઝીલેન્ડની ટીમને ભારતે મોકલી હતી હુમલાની ધમકી

પાકિસ્તાનની હાલત આજકાલ ‘ખીસયાની બિલાડીનાં થાંભલાની નોક’ જેવી બની ગઈ છે. પહેલા ન્યુઝીલેન્ડ અને પછી ઈંગ્લેન્ડની ટીમે તેમનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો, જેનાથી હવે પાકિસ્તાન ગુસ્સે ભરાયુ છે. ન્યુઝીલેન્ડની ટીમે સુરક્ષાને કારણે 18 વર્ષ બાદ પોતાનો પ્રથમ પ્રવાસ રદ કર્યો હતો અને પાકિસ્તાને હવે તેના માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે.

11 163 પાકિસ્તાનનો બફાટ, ન્યુઝીલેન્ડની ટીમને ભારતે મોકલી હતી હુમલાની ધમકી

આ પણ વાંચો – IPL 2021 / ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડકપ પહેલા લાગ્યો મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL માં થયો ઈજાગ્રસ્ત

જણાવી દઇએ કેે, સીરીઝ રમવા પાકિસ્તાન ગયેલી ન્યુઝીલેન્ડની ટીમે સુરક્ષાનાં ખતરાને કારણે ગયા શુક્રવારે પ્રવાસ રદ કર્યો હતો. આ પછી, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ પણ આવતા મહિને પાકિસ્તાનમાં સૂચિત દ્વિપક્ષીય સીરીઝ રદ કરી હતી. પાકિસ્તાને તેના દેશમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે, જેને ભારતે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધો છે અને પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા આતંકવાદ સામે કાર્યવાહી કરવાની હાકલ કરી છે. પાકિસ્તાનનાં ગૃહ મંત્રી શેખ રશીદ સાથેની પત્રકાર પરિષદમાં માહિતી મંત્રી ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન આતંકવાદી એહસાનુલ્લાહ એહસાનનાં નામે નકલી પોસ્ટ બનાવવામાં આવી હતી, જેથી ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ અને સરકારને તેમની ટીમ પાકિસ્તાન મોકલવાથી રોકવાનું કહેેવામાં આવ્યુ કે તેને નિશાનો બનાવવવામાં આવશે. તેમ છતાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ પાકિસ્તાન પહોંચી હતી. પ્રથમ મેચનાં દિવસે ન્યુઝીલેન્ડનાં અધિકારીઓએ કહ્યું કે, તેમની સરકાર ધમકી અંગે ચિંતિત છે અને પ્રવાસ રદ કર્યો છે.

11 164 પાકિસ્તાનનો બફાટ, ન્યુઝીલેન્ડની ટીમને ભારતે મોકલી હતી હુમલાની ધમકી

આ પણ વાંચો – OMG! / ન્યુઝીલેન્ડની સુરક્ષામાં ગોઠવાયેલા પોલીસકર્મીઓ 27 લાખની ચટ કરી ગયા બિરયાની

તેમણે કહ્યું કે એક દિવસ બાદ ન્યુઝીલેન્ડની ટીમને બીજો ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો, જેના માટે હમઝા આફ્રિદીની આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.તેમણે દાવો કર્યો હતો કે તપાસ અધિકારીઓને ખબર પડી ગઈ હતી કે ઈમેલ ભારતના કોઈ ઉપકરણમાંથી મોકલવામાં આવ્યો હતો. “તે ‘વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક’ (વીપીએન) માંથી મોકલવામાં આવ્યું હતું, જે તેના બદલે સિંગાપોર દર્શાવે છે.” તેમણે ઉમેર્યું કે ઉપકરણ પર 13 વધુ આઇડી હતા, જેમાંથી મોટાભાગના ભારતીય નામો સાથે હતા. ચૌધરીએ દાવો કર્યો, “આ ઉપકરણનો ઉપયોગ ભારતમાં ધમકીઓ માટે કરવામાં આવ્યો હતો જે ન્યૂઝીલેન્ડની ટીમને કરવામાં આવી હતી. નકલી આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ તે મહારાષ્ટ્રથી મોકલવામાં આવ્યો હતો.