Not Set/ બનાસ ડેરીના ચેરમેન પદની બીજી ટર્મમાં શંકર ચૌધરીની બિનહરીફ નિયુક્તિ, વાઈસ ચેરમેન પદે માવજીભાઈ દેસાઈ

બનાસકાંઠાના ખેડૂ અને પશુપાલકોની રોજી-રોટી કહેવાતી બનાસ ડેરીના બીજી ટર્મ માટે આયોજિત ચૂટણીમાં શંકર ચૌધરીની ફરીવાર બિનહરીફ નિયુક્તિ થતા બનાસકાંઠાનાં ખેડૂત ભાઈઓ અને પશુપાલકો સહીત અન્ય જનતા હર્ષોલ્લાસથી જુમી ઉઠ્યા હતા. બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદ્દતના અઢી વર્ષ પૂર્ણ થયા હતા. આ મુદ્દત પૂરી થતા ડેપ્યુટી કલેક્ટર એસ. જે. ચાવડાના અધ્યક્ષતામાં બનાસ ડેરી […]

Top Stories Gujarat
3 1528107797 બનાસ ડેરીના ચેરમેન પદની બીજી ટર્મમાં શંકર ચૌધરીની બિનહરીફ નિયુક્તિ, વાઈસ ચેરમેન પદે માવજીભાઈ દેસાઈ

બનાસકાંઠાના ખેડૂ અને પશુપાલકોની રોજી-રોટી કહેવાતી બનાસ ડેરીના બીજી ટર્મ માટે આયોજિત ચૂટણીમાં શંકર ચૌધરીની ફરીવાર બિનહરીફ નિયુક્તિ થતા બનાસકાંઠાનાં ખેડૂત ભાઈઓ અને પશુપાલકો સહીત અન્ય જનતા હર્ષોલ્લાસથી જુમી ઉઠ્યા હતા.

બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદ્દતના અઢી વર્ષ પૂર્ણ થયા હતા. આ મુદ્દત પૂરી થતા ડેપ્યુટી કલેક્ટર એસ. જે. ચાવડાના અધ્યક્ષતામાં બનાસ ડેરી સ્થાને નિયામક મંડળી યોજાઈ હતી. જેમાં ડેરીના મૌજુદા ચેરમેન શંકર ચૌધરીની બીજી ટર્મ માટે બિનહરીફ નિયુક્તિ અને વાઈસ ચેરમેન પદે માવજીભાઈ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી હતી.

પોતાના અઢી વર્ષના ગાળામાં શંકર ચૌધરીએ તેમના નૈતૃત્વ હેઠળ લોક કલ્યાણ લક્ષ્યે ઘણી યોજનાઓ અમલમાં મૂકી અને પોતાની પોતાનું લોકોનાં દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું છે.