Political/ પ્રશાંત કિશોરે BJP ને આપી ચેલેન્જ, પં.બંગાળમાં નહી મેળવી શકે તેઓ ડબલ ડિજીટ

એપ્રિલ-મે માં યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ વખતે મુખ્ય સ્પર્ધા ટીએમસી અને ભાજપ વચ્ચે હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે…

Top Stories India
zzas 72 પ્રશાંત કિશોરે BJP ને આપી ચેલેન્જ, પં.બંગાળમાં નહી મેળવી શકે તેઓ ડબલ ડિજીટ

એપ્રિલ-મે માં યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ વખતે મુખ્ય સ્પર્ધા ટીએમસી અને ભાજપ વચ્ચે હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે, જે બંગાળમાં 10 વર્ષથી સત્તામાં છે. હવે તૃણમૂલ કોંગ્રેસ માટે વ્યૂહરચના કરી રહેલા પ્રશાંત કિશોરનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

 zzas 73 પ્રશાંત કિશોરે BJP ને આપી ચેલેન્જ, પં.બંગાળમાં નહી મેળવી શકે તેઓ ડબલ ડિજીટ

પ્રશાંત કિશોરનું ટ્વીટ

પ્રશાંત કિશોર કહે છે કે, ટીવી ચેનલો ભલે ભાજપનું વાતાવરણ બતાવે, ભાજપ ડબલ અંકો પાર કરી શકશે નહીં. પ્રશાંત કિશોરે પોતાની ટ્વિટમાં એવું પણ લખ્યું છે કે, જો ભાજપ આના કરતા સારું પ્રદર્શન કરે તો તેઓ ચૂંટણીની રણનીતિ બનાવવાનું બંધ કરી દેશે. તેમણે લખ્યું છે કે, લોકો આ ટ્વીટને સંભાળીને રાખે, જો ભાજપ સારું પ્રદર્શન કરે તો તેઓ ટ્વિટર છોડી દેશે.

TMC નાં વડા BJP પર સતત કરી રહ્યા છે શાંબ્દિક પ્રહાર

નોંધપાત્ર વાત એ છે કે, આવતા વર્ષે એટલે કે 2021 માં, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, આવી સ્થિતિમાં ભાજપ અને શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે આક્ષેપોનો દૌર શરૂ થઇ ગયો છે. એક તરફ, ભાજપે પહેલેથી જ પૂરી શક્તિ આપી દીધી છે, ત્યારે ટીએમસીનાં વડા મમતા બેનર્જી પણ ભાજપને નિશાન બનાવવાની તક ચૂકતા નથી. વળી મમતા બેનર્જીનાં રાજકીય સલાહકાર પ્રશાંત કિશોરનાં ટ્વીટથી પશ્ચિમ બંગાળનાં રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળ્યો છે.

zzas 70 પ્રશાંત કિશોરે BJP ને આપી ચેલેન્જ, પં.બંગાળમાં નહી મેળવી શકે તેઓ ડબલ ડિજીટ

કૈલાસ વિજયવર્ગીયાએ આપ્યો જવાબ

પ્રશાંત કિશોરનાં દાવાને ભાજપે ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળનાં પ્રભારી કૈલાસ વિજયવર્ગીયાએ જણાવ્યું હતું કે, મમતા બેનર્જીએ હાલમાં જ ટ્રેલર જોયું છે, આખી ફિલ્મ હજી બાકી છે. બંગાળમાં ભાજપની સુનામી છે. ભાજપનો દાવો છે કે, બંગાળની તે બેઠકો પર જ્યાં મોટાભાગનાં મતદારો લઘુમતીમાં છે, ત્યાં પણ તેને મોટો વિજય થશે.

zzas 71 પ્રશાંત કિશોરે BJP ને આપી ચેલેન્જ, પં.બંગાળમાં નહી મેળવી શકે તેઓ ડબલ ડિજીટ

latest design / પાંચ એકરમાં નિર્માણ પામશે 2 ઇમારતો, આવી હશે અયોધ્યામાં બનનાર…

#CoronaUpdate / દેશમાં કોરોનાથી ઠીક થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ, છેલ્…

farmer protests / ખેડૂતો બાદ હવે કેન્દ્ર સરકારનો પત્ર, મંત્રણા માટે આપ્યું આમં…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો