Not Set/ અરવલ્લી: ભારે વરસાદથી 300 પરિવારો બન્યા સંપર્ક વિહોણા

અરવલ્લી સમગ્ર રાજ્યમાં મેઘરાજા પધાર્યા છે. ત્યારે અરવલ્લીમાં ભારે વરસાદથી ગામને જોડતો ડીપ ધોવાઈ જતાં ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. મળતી માહિતી મુજબ સાઠંબા દાદાના મુવાડા નામનું ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે આશરે 300 જેટલા પરિવારના લોકો વિખૂટાં બની ગયા છે. ત્યારે આ ઉંઘતો તંત્ર સમગ્ર […]

Top Stories Trending Videos
mns 1 અરવલ્લી: ભારે વરસાદથી 300 પરિવારો બન્યા સંપર્ક વિહોણા

અરવલ્લી

સમગ્ર રાજ્યમાં મેઘરાજા પધાર્યા છે. ત્યારે અરવલ્લીમાં ભારે વરસાદથી ગામને જોડતો ડીપ ધોવાઈ જતાં ગામ સંપર્ક વિહોણું બની ગયું છે.

મળતી માહિતી મુજબ સાઠંબા દાદાના મુવાડા નામનું ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે આશરે 300 જેટલા પરિવારના લોકો વિખૂટાં બની ગયા છે. ત્યારે આ ઉંઘતો તંત્ર સમગ્ર ઘટનાથી અજાણ છે.

એકબાજુ ભરઉનાળા પછી વરસાદ પડ્યો, પણ આ વરસાદ જ અરવલ્લીના લોકો માટે શાપરૂપ બની ગયું છે. તંત્રની બેદરકારીથી ડીપ ધોવાઇ ગયું છે.

ગુણવત્તા રહિત બનાવેલ રોડ-રસ્તાઓ પ્રથમ વરસાદે જ ધોવાઇ ગયા છે. સામાન્ય રીતે જનતાના જ પૈસાથી તંત્ર દ્વારા રોડ – રસ્તાઓ બનાવવામાં આવે છે.

ત્યારે આ ભ્રષ્ટ્રાચારી ગાબડું પડવાથી આ 300 પરિવારના લોકોને જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે ઘોર નિદ્વામાંથી ઉઠે છે..?