Not Set/ બ્રિટનના PM બોરિસ જોન્સનનું ગુજરાતમાં આગમન,ઢોલ-નગારા સાથે કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત

ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોન્સન આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું.

Top Stories Gujarat
1 119 બ્રિટનના PM બોરિસ જોન્સનનું ગુજરાતમાં આગમન,ઢોલ-નગારા સાથે કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત

ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોન્સન આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ એરપોર્ટ પહોંચી તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રીજન્સીમાં રોકાશે. ઉપરાંત તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે. એવામાં એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પર સ્વાગત માટેના સ્ટેજ તૈયાર કરાયા છે, ઉપરાંત સમગ્ર રૂટ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે. ગુજેસલ બહારથી ગાંધી આશ્રમ સુધી લોકો સ્વાગત માટે એક હાથમાં ભારત અને બીજા હાથમાં યુ.કેનો ધ્વજ લઈને ઉભા છે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન તેમની ભારત મુલાકાતના કાર્યક્રમના ભાગરૂપે નિર્માણાધીન બીજીયુની મુલાકાત લેશે. ગુજરાત સરકારના ફ્લેગશિપ પ્રોજેક્ટ એવી ‘ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી’ આશરે રૂ.200 કરોડના ખર્ચે પ્રતિષ્ઠિત ગિફ્ટ-સિટી ખાતે આકાર લઇ રહી છે; જેમાં ઉત્પાદનોની નાવીન્યસભર વિચારને કેન્દ્ર સ્થાને રાખીને દેશના યુવા માનસ સંશોધન કાર્યો કરશે.

તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચે શિક્ષણ, આરોગ્ય અને ટેકનોલોજીમાં સહયોગ પર કેન્દ્રિત છે. બોરિસ જોન્સન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં નિર્માણાધીન ઉચ્ચ સ્તરની સંશોધન સુવિધાઓની મુલાકાત લેશે અને જીબીયુ માટે સંશોધન વિદ્વાનો, લેબ ટેકનિશિયન અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. તેમને યુનિવર્સિટીના હેતુ અને તેની કામગીરીના ક્ષેત્રો અંગે માહિતગાર કરવામાં આવશે. વડાપ્રધાન બોરિસ જોન્સન સહયોગના નેજા હેઠળ સંશોધન અને નવીનતાના ભાવિ માર્ગો અંગે ચર્ચા કરશે