ગુજરાત ચૂંટણી 2022/ ગુજરાત ચૂંટણી 2022ઃ ભાજપે ટોચનો તો કોંગ્રેસે તળિયાનો કર્યો રેકોર્ડ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ઘણી રીતે ઐતિહાસિક રહી છે. સત્તાધીશ ભાજપે સાતમી વખત ચૂંટાવવાની સાથે ગુજરાતના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી ટોચનો આંક 157 બેઠકો જીતવાનો રેકોર્ડ કર્યો તો કોંગ્રેસે તેના અત્યાર સુધીના સૌથી ખરાબ દેખાવ 16 બેઠકનો રેકોર્ડ કર્યો.

Gujarat Gujarat Assembly Election 2022
BJP Congress ગુજરાત ચૂંટણી 2022ઃ ભાજપે ટોચનો તો કોંગ્રેસે તળિયાનો કર્યો રેકોર્ડ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ઘણી રીતે ઐતિહાસિક રહી છે. સત્તાધીશ ભાજપે સાતમી વખત ચૂંટાવવાની સાથે ગુજરાતના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી ટોચનો આંક 157 બેઠકો જીતવાનો રેકોર્ડ કર્યો તો કોંગ્રેસે તેના અત્યાર સુધીના સૌથી ખરાબ દેખાવ 16 બેઠકનો રેકોર્ડ કર્યો. આ દેખાવ તેના 1990ના 33 બેઠકના ખરાબ દેખાવ કરતાં પણ અત્યંત ખરાબ છે. તે સમયની બેઠક કરતાં પણ કોંગ્રેસે અડધી બેઠક મેળવી છે. કોંગ્રેસ 19 બેઠક ન મેળવી શકતા હવે ગુજરાતમાં વિપક્ષનો દરજ્જો પણ મેળવી શકશે કે કેમ તે સવાલ છે.

ગુજરાતમાં ભાજપે 157 બેઠક જીતીને માધવસિંહ સોલંકીની ખામ થિયરીના સમયની 149 બેઠકના રેકોર્ડને તો તોડ્યો જ છે. તેની સાથે 2002માં ગોધરા પછીની ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ચૂંટાઈ આવ્યા તે સમયે 127 બેઠકનો રેકોર્ડ નોંધાવ્યો હતો તે રેકોર્ડ પણ તોડ્યો છે. આના પગલે ગુજરાત વિધાનસભામાંથી ભાજપની રાજ્યસભાની પાંચ બેઠક મહદ અંશે નિશ્ચિત થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે.

ભાજપે આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં સાત વખત ડાબેરીઓના સત્તા મેળવવાના રેકોર્ડને પણ તોડ્યો છે. તેની સાથે તે પણ સાબિત થઈ ગયું છે કે કેન્દ્રમાં જયા સુધી નરેન્દ્ર મોદી રહેશે ત્યાં સુધી ગુજરાતમાં કોઈપણ રાજકીય પક્ષની તાકાત નથી કે તે ભાજપને હટાવી શકે. વડાપ્રધાન મોદીના ગુજરાત મોડેલમાં ગુજરાતીઓનો આ વિશ્વાસ દર્શાવે છે. તેની સાથે વડાપ્રધાન મોદીએ ગુજરાત ફક્ત હાલ માટે ભાજપ નહી પણ આગામી 25 વર્ષને દિશા આપશે તેવી કરેલી અપીલ લોકોને સ્પર્શી ગઈ છે.

તેથી ગુજરાતીઓએ જાણે તેઓ ફક્ત રાજ્યને નહી દેશને દિશા આપી રહ્યા હોવાનું જાણીને મતદાન કર્યુ હતુ. આગામી સમયમાં ગુજરાતના બીજા ત્રણેક શહેરોમાં મેટ્રો શરૂ થશે અને અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાનો પ્રોજેક્ટ શરૂ થયા પછી તો ફક્ત ગુજરાતમાં જ નહી દેશમાં પણ ભાજપને હટાવવું વિપક્ષ માટે અઘરું પડશે.

આ પણ વાંચોઃ

Gujarat elecion 2022/બળવાખોરોનું બધુ બળી ગયુ, 20માંથી 17 બળવાખોરો હાર્યા

Gujarat election 2022/અમદાવાદમાં પાંચ બેઠકોના પરિણામમાં ચાર ભાજપને અને એક કોંગ્રેસને