શરતો અને સ્થિતિ!/ શિક્ષણને લઈને કરોડો રૂપિયા ખર્ચાયા, ભણશે ગુજરાત જેવા સ્લોગન બોલાયા, પણ શાળાઓની સ્થિતિ કફોડી

ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળા નંબર ૭પ પંડિત દીનદયાળ ઉપડ્યાય શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓને બહાર બેસીને અભ્યાસ કરવા મજબુર થાય છે, આજ શાળાનો બીજો ભાગ જ્યાં 80 લાખના ખર્ચે શાળા નિર્માણ થઈ ગયા છતાં આચાર્ય ઉપયોગ કરી શક્તા નથી આખરે શું કારણ છે આવો જાણીએ

Top Stories Gujarat Others
Crores of rupees were spent on education, slogans like Bhanse Gujarat were spoken, but the condition of schools was dire

ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને લઈને કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, શાળાના નિર્માણ પાછળ પણ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે તેમજ સરકાર દ્વારા ભણશે ગુજરાત જેવા સ્લોગન પણ લખાય છે પરંતુ ભાવનગરમાં પરિસ્થિતિ એવી સામે આવી છે કે ભણશે ગુજરાત પણ ક્યાં ભણશે. ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક આવેલી શાળા નંબર ૭૦/૬૯ પંડિત દિન દયાળ ઉપડ્યાયમાં ધોરણ એક થી આઠ સુધીના અભ્યાસની સુવિધા આપવામાં આવી છે જેમાં સવાર અને બપોર બે પાલીમાં શાળા કાર્ય શરૂ હોય છે પરંતુ, બન્ને પાળીમાં બે થી ત્રણ ઓરડાનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓને બહાર ડોમમાં બેસાડીને અભ્યાસ કરવામાં આવે છે ત્યારે વરસાદમાં શાળાના સંચાલકોને ભારે જહેમત ઉઠાવી પડે છે પરંતુ બાજુમાં નવું બિલ્ડીંગ નિર્માણ પામેલ છે તે હજી સુધી આ શાળાને ફાળવવામાં આવેલ નથી જેને લીધે મુશ્કેલીનો સામનો કરવો પડે છે

4 9 શિક્ષણને લઈને કરોડો રૂપિયા ખર્ચાયા, ભણશે ગુજરાત જેવા સ્લોગન બોલાયા, પણ શાળાઓની સ્થિતિ કફોડી

ત્યારે ગુજરાત સરકાર દ્વારા ભણશે ગુજરાતના સ્લોગને વખોડતા વિરોધ પક્ષે જણાવ્યું હતું કે સરકાર બિલ્ડીંગો ઉભી કરી નાખે છે પરંતુ ચૂંટણીના મુદ્દા બનાવવા માટે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરવામાં આવે છે જેનો ભોગ અને પરેશાની જનતાને ભોગવવી પડે છે તેમજ શિવાજી સર્કલ પાસે આવેલ શાળા નંબર ૭૦માં બિલ્ડીંગ નિર્માણ થઈ હોવા છતાં બાળકોને બહાર ખુલ્લાંમાં અભ્યાસ કરવો પડે છે તેમજ નવ નિર્માણ કરવામાં આવેલ બિલ્ડીંગમાં તિરાડો પડી ગયેલા છે, હજી બિલ્ડીંગ ઓપન થયેલ નથી ત્યાં બિલ્ડીંગની ખરાબ દશા સામે આવી છે ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ લાગ્યા છે,

4 10 શિક્ષણને લઈને કરોડો રૂપિયા ખર્ચાયા, ભણશે ગુજરાત જેવા સ્લોગન બોલાયા, પણ શાળાઓની સ્થિતિ કફોડી

શાળાની બિલ્ડીંગ ફાળવાની બાબતે ભાવનગર મહાનગર પાલિકા શાક્ષણાધિકારી મુંજાલ બદમલિયા એ જણાવ્યુ હતું કે શાળાની બિલ્ડીંગ તૈયાર થઈ ગઈ છે પરંતુ એજન્સી દ્વારા કમ્પલેશન લેટર તાજેતરમાં આપવામાં આવ્યો છે જેને આવનાર સમયમાં ફાળવણી કરવામાં આવશે પરંતુ સવાલ એ છે કે બિલ્ડીંગ તૈયાર તો થઈ ગઈ છે પરંતુ શૈક્ષણિક કાર્ય ચાલુ થયુ નથી ત્યાં બિલ્ડીંગમાં તિરાડો પડી ગઈ છે તો આ બિલ્ડીંગ ની મજબૂતાઈ પર સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો:દુખદ ઘટના/લાલબત્તી સમાન કિસ્સો, ભાવનગરમાં બે માવતરે વ્હાલસોયા દીકરા ગુમાવ્યા

આ પણ વાંચો:Patan News/શિક્ષણજગત માટે લાંછનરૂપ ઘટના, પાટણની આ યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી દારૂની બોટલો

આ પણ વાંચો:Gandhi Jayanti 2023/ગાંધી જયંતી સ્પેશિયલ : સુરત રેલવે સ્ટેશનના કુલીઓ વૃદ્ધ લોકો માટે કરશે આ ખાસ કામ