@હિરેન ચૌહાણ
Bhavnagar News: ભાવનગર હિલપાર્કથી આધેવાડા ગામ તરફ જવાના રસ્તા પર આવેલ વરસાદી પાણી ભરાયેલા ખાડામાં નાહવા પડેલા બે બાળકોના ડુબીજાતા મોતની ઘટના સામે આવી છે, સ્વસ્તિક પાર્ક અને કાલિયાબીડના બે વિદ્યાર્થીઓના મોત થાય છે.
ભાવનગર શહેરના કાળિયાબીડ અને સ્વસ્તિક પાર્કમાં છોકરાઓ મિત્રના ઘરે ભણવા એકઠા થાય છે. જ્યારે અભ્યાસ કરતા ત્રણથી ચાર મિત્રો રમવા બહાર નીકળે છે અને શહેરના સિડસર વિસ્તરમાં આવતા અવાવરું જગ્યામાં લાંબા સમયથી એક ખાડામાં વરસાદી પાણી ભરાયેલું છે ત્યાં પહોંચે છે અને બધાજ મિત્રો ખાડા માં નાહવા પડે છે જેમાં કાળિયાબીડ માં રહેતો સતીષ થાકરશીભાઇ ગોહિલ ઉંમર વર્ષ 16 અને સ્વસ્તિક પાર્ક માં રહેતો શિવમ જગદીશભાઈ મોરબીયા ઉંમર વર્ષ 17 બન્ને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા.
જેને ઘટના બનતા બન્ને મિત્રો બૂમ બૂમ કરતા સ્થાનિક લોકો એકઠા થયા હતા જ્યારે ત્યાંથી પસાર થતા દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ ઓડરકા વાળા અને ભવ્યદીપસિંહ જીતેન્દ્રસિંહજી ઝાલા ઉખરલા વાળા બન્ને યુવાનો એ ઘટના સ્થળે પહોંચી બાળકો ને બચાવવા ખાડામાં કૂદકો માર્યો હતો અને પ્રથમ શિવમ મોરબીયા ને બહાર નીકળી સર્ટી હોસ્પિટલ મોકલી આપેલ અને બાદમાં સતીષ ગોહિલ ની તપાસ હાથ ધરી હતી ત્યાં સુધીમાં ફાયરબ્રિગેડનો સ્ટાફ 108 ઇમરજેનસી સેવા બન્ને ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
બાદમાં શિવમ ને બહાર નીકાળી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બન્ને ના મૃત્યુ નિપજ્યા હતા, ઘટના ને લઈને સ્વસ્તિક પાર્ક અને કાલિયાબીડ વિસ્તરમાં ગમી પ્રસરી છે.
આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું
આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો
આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ
આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર