Asian Games 2023/ ભારતની અન્નુ રાનીએ ભાલા ફેંકમાં જીત્યો ગોલ્ડ મેડલ

અન્નુ એશિયાડમાં ભાલા ફેંકમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ બની છે. એશિયન ગેમ્સમાં 72 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીયે મહિલા ભાલા ફેંકમાં ગોલ્ડ જીત્યો હોય

Top Stories Sports

ભારતની અન્નુ રાનીએ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેના ચોથા પ્રયાસમાં, તેણે સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 62.92 મીટર બરછી ફેંકી હતી. શ્રીલંકાની નદીશા દિલહાને સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે અન્નુ એશિયાડમાં ભાલા ફેંકમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ બની છે. એશિયન ગેમ્સમાં 72 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીયે મહિલા ભાલા ફેંકમાં ગોલ્ડ જીત્યો હોય.એથ્લેટ અનુ રાનીએ ભાલા ફેંકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં અનુ રાનીએ ભારતને તેનો 15મો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેના ચોથા પ્રયાસમાં તેણે તેની સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને 62.92 મીટરના અંતરે બરછી ફેંકી.